
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજ માટે વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યાની સાથે પર્યાવરણની પણ ચિંતા કરી કાર્યક્રમમાં હાજર તમામને એક એક છોડ આપી તેનું બાળકની જેમ જતન કરી ઉછેર કરવાનાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી અમરભારથી બાપુ, શ્રી કાર્તિકપુરી બાપુ, છાલાના સુરેશભારથી ગોસ્વામી, દહેગામ શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ, દાતા વિશાલભાઈ શર્મા સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે દહેગામ શહેર અને તાલુકામાં રહેતા સમાજબધુઓ વિશાળ સંખ્યામાં હજાર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સ્ટેજ સંચાલન કરનાર દીકરીઓનું અમરભારથી બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું











