અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રસ્તાવિત શાંતિ સમજૂતી પર હમાસને જવાબ આપવા માટે માત્ર ૩ થી ૪ દિવસનો સમય આપવામાં આવશે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રસ્તાવિત શાંતિ સમજૂતી પર હમાસને જવાબ આપવા માટે માત્ર ૩ થી ૪ દિવસનો સમય આપવામાં આવશે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, આરબ, મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ આ સમજૂતી માટે તૈયાર છે અને હવે માત્ર હમાસની મંજૂરી બાકી છે. જો હમાસ ‘ના’ કહેશે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે, તેઓ તમામ બંધકોની તાત્કાલિક મુક્તિ અને હમાસ તરફથી સારો વ્યવહાર ઈચ્છે છે. તેમણે આ ડીલને ગાઝા પૂરતી નહીં, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં શાંતિ સ્થાપવા માટેની “ખૂબ જ ખાસ” અને સીધી વાત ગણાવી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ ટ્રમ્પના ૨૦ મુદ્દાના શાંતિ યોજના પર પહેલાથી જ સંમતિ આપી દીધી છે.
આ યોજનાની મુખ્ય શરતો કડક છે: હમાસના લડાયકોએ સંપૂર્ણપણે હથિયાર છોડવા પડશે, હથિયાર બનાવતી તમામ સુવિધાઓ નષ્ટ કરવી પડશે, અને ભવિષ્યની કોઈપણ સરકારમાં હમાસને કોઈ રાજકીય ભૂમિકા નહીં મળે. ડીલ મુજબ, હમાસે ૨૦ જીવિત બંધકો અને ૨૪ મૃત બંધકોના મૃતદેહોને ૭૨ કલાકની અંદર મુક્ત કરવાના રહેશે, જેના બદલામાં સેંકડો ગાઝાવાસીઓની રિહાઈ થઈ શકે છે.જો હમાસ આ ડીલને નકારે, તો ઇઝરાયેલને આગળ વધવાનો સંપૂર્ણ અધિકાર હશે અને અમેરિકા તેને સમર્થન આપશે.











