ચૈતન્યનંદની ઓફિસમાં દરોડા દરમિયાન આ વસ્તુઓ મળતા ખળભળાટ

17 છોકરીઓ સાથે છેડતી અને શોષણના આરોપસર ધરપકડ કરાયેલા આરોપી બાબા ચૈતન્યાનંદના ઠેકાણાઓ પર પોલીસની તપાસ ચાલી રહી છે, જેમાં સનસનાટીભર્યા પુરાવાઓ મળ્યા છે.

બાબાના કાર્યાલયમાંથી પોલીસને અશ્લીલ રમકડાં (સેક્સ ટોય) અને પોર્ન CDની પાંચ નકલો મળી આવી છે. આ ઉપરાંત, પોલીસને અનેક બનાવટી તસવીરો પણ મળી છે. આ તસવીરોમાં બાબા ભારત અને વિદેશના પ્રખ્યાત નેતાઓ, જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે જોવા મળે છે. તપાસમાં બહાર આવ્યું છે કે બાબાએ લોકો પર પોતાનો પ્રભાવ જમાવવા અને ડરાવવા માટે આ તમામ તસવીરો ફેક (બનાવટી) તૈયાર કરાવી હતી.

બાબા પર દિલ્હીની એક ખાનગી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના મેનેજર તરીકે કામ કરતી વખતે 17 વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને જાતીય સતામણી કરવાનો આરોપ છે. છોકરીઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ધમકાવીને અને દબાણ કરીને સેક્સ માટે મજબૂર કરતો હતો અને અશ્લીલ વોટ્સએપ મેસેજ મોકલતો હતો.

હાલમાં આરોપી પોલીસની કસ્ટડીમાં છે, જ્યાં તે ક્યારેક પાસવર્ડ ભૂલી જવાનો તો ક્યારેક ગભરામણ થવાનો નાટક કરી રહ્યો છે. પોલીસની ટીમો ફરાર થયા પછી બાબા જ્યાં ગયા હતા તેવા બાગેશ્વર અને અલમોડા સહિત અન્ય સ્થળોની પણ તપાસ કરી રહી છે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!