બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) – LJP (R) એ પોતાના 14 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) – LJP (R) એ પોતાના 14 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. NDAની સીટ વહેંચણી ફોર્મ્યુલા મુજબ, LJP (R) ને કુલ 29 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી આ 14 નામોની ઘોષણા કરવામાં આવી છે. બાકીના 15 ઉમેદવારોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પાર્ટીએ બિહાર પ્રદેશ અધ્યક્ષ રાજુ તિવારીને પૂર્વી ચંપારણની ગોવિંદગંજ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. અન્ય મુખ્ય ઉમેદવારોમાં હુલાસ પાંડેને બક્સ૨ જિલ્લાની બ્રહ્મપુર બેઠક પરથી, અને સંજય કુમાર સિંહને સિમરી બખ્તિયારપુરથી મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત, પાર્ટીએ દરૌલીથી વિષ્ણુ દેવ પાસવાન, ગરખાથી સીમાંત મૃણાલ, સાહેબપુર કમાલથી સુરેન્દ્ર કુમાર અને પરબત્તાથી બાબુલાલ સૌર્યને ટિકિટ આપી છે. અન્ય ઉમેદવારોમાં મિથુન કુમાર (નાથનગર), સુનીલ કુમાર (પાલીગંજ), રાજીવ રંજન સિંહ (ડેહરી), સંગીતા દેવી (બલરામપુર), રાણી કુમારી (મખદુમપુર) અને પ્રકાશ ચંદ્ર (ઓબરા)નો સમાવેશ થાય છે.
NDAમાં ભાજપ અને JDUને 101-101 બેઠકો, જ્યારે જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને 6-6 બેઠકો મળી છે. બિહાર વિધાનસભાની 243 સભ્યોની ચૂંટણી 6 અને 11 નવેમ્બરે યોજાશે.










