બિહાર ચૂંટણીની ગરમાગરમી વચ્ચે, જનશક્તિ જનતા દળ (JJD)ના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ FIR દાખલ કરવામાં આવી છે

બિહાર ચૂંટણીની ગરમાગરમી વચ્ચે, જનશક્તિ જનતા દળ (JJD)ના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ FIR દાખલ કરવામાં આવી છે. તેજ પ્રતાપ પર આરોપ છે કે તેમણે વૈશાલીની મહુઆ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની ખાનગી ગાડી પર પોલીસનું સ્ટીકર, સાયરન અને લાઈટ લગાવીને પ્રચાર કર્યો હતો. મહુઆના અંચલાધિકારી મની કુમાર વર્માના નિર્દેશ પર મહુઆ પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધવામાં આવી છે.
વાયરલ થયેલા વીડિયોના આધારે ચૂંટણી પંચે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. વીડિયોમાં તેજ પ્રતાપ યાદવની પાર્ટીનો ઝંડો લહેરાવતો એક વ્યક્તિ પોલીસના એસ્કોર્ટ સાથે દેખાઈ રહ્યો હતો.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ ઉમેદવારને ચૂંટણી રેલી કે પ્રચાર માટે પોલીસની ગાડી કે એસ્કોર્ટની સુવિધા મળી શકે નહીં, જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટનું સીધું ઉલ્લંઘન છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તેજ પ્રતાપ યાદવના સરકારી નિવાસસ્થાને દરોડા પણ પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, RJDમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેજ પ્રતાપ યાદવે તાજેતરમાં જ જનશક્તિ જનતા દળ (JJD)ની સ્થાપના કરી છે. તેમણે ૧૬ ઓક્ટોબરના રોજ પોતાની દાદીની તસવીર સાથે મહુઆ બેઠક પરથી JJDના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું.










