રોમાંચક સુપર ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝનો બાંગ્લાદેશ પર વિજય, ODI શ્રેણી 1-1 થી બરાબર

બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મંગળવારે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચ અત્યંત રોમાંચક રહી અને તેનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો.

બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મંગળવારે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચ અત્યંત રોમાંચક રહી અને તેનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો. બાંગ્લાદેશે ૫૦ ઓવરમાં ૨૧૩/૭ રન બનાવ્યા હોવા છતાં, વેસ્ટ ઈન્ડિઝે કેપ્ટન શાઈ હોપ (૬૭ બોલમાં ૫૩)ના અર્ધશતકની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧૩ રન બનાવી મેચ ટાઈ કરી. વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી ઓવરમાં જીત માટે માત્ર ૫ રનની જરૂર હતી, પરંતુ સૈફ હસને માત્ર ૪ રન આપતા મેચ સુપર ઓવરમાં પહોંચી.

સુપર ઓવરનો રોમાંચ:

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ: બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહેમાને બોલિંગ કરી. શાઈ હોપ અને શેરફેન રધરફોર્ડે બેટિંગ કરી. રધરફોર્ડ બીજી જ બોલે આઉટ થયો. પરંતુ શાઈ હોપે પાંચમી અને છઠ્ઠી બોલ પર રન લઈને સ્કોરને ૧૦ રન સુધી પહોંચાડ્યો.

બાંગ્લાદેશની બેટિંગ: બાંગ્લાદેશને જીતવા માટે ૧૧ રનની જરૂર હતી. વેસ્ટ ઈન્ડિઝે સ્પિનર અકીલ હુસૈનને બોલિંગ આપી. અકીલે વાઈડ અને નો-બોલથી શરૂઆત કરી, જેનાથી બાંગ્લાદેશને ૬ બોલમાં ૭ રન જોઈતા હતા. જોકે, અકીલે શાનદાર વાપસી કરી અને ચોથી બોલે સોમ્ય સરકારને આઉટ કર્યો. અંતિમ બોલે સૈફ હસન માત્ર સિંગલ જ લઈ શક્યો, અને બાંગ્લાદેશ ૯ રન જ બનાવી શક્યું.

આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ ત્રણ મેચની સિરીઝમાં હારવાથી બચી ગયું છે, અને સિરીઝ ૧-૧ની બરાબરી પર આવી ગઈ છે. શાઈ હોપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!