અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સના પાકિસ્તાન પ્રેમ થી MAGA સમર્થકો નારાજ છે. આ રાજકીય વિવાદ વચ્ચે તેમના પત્ની ઉષા વેન્સે પોતાના હિન્દુ ધર્મ અને આસ્થાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. જાણો સમગ્ર મામલો.

અમેરિકા, બુધવાર
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ હાલમાં એકસાથે અનેક મોરચે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. એક તરફ સ્વિટ્ઝરલેન્ડમાં પાકિસ્તાન પ્રત્યે તેમણે દર્શાવેલા પ્રેમે અમેરિકાના રાજકારણમાં મોટો વિવાદ ઊભો કર્યો છે, તો બીજી તરફ તેમના પત્ની ઉષા વેન્સે પોતાની ધાર્મિક ઓળખ અને હિન્દુ ધર્મ અંગે આપેલું નિવેદન ભારે ચર્ચા જગાવી રહ્યું છે.
મને બીજો કોઈ ધર્મ અપનાવવાની જરૂર નથી લાગતી – ઉષા વેન્સ
જેડી વેન્સના પત્ની ઉષા વેન્સનો એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં ઉષા વેન્સે પોતાની ધાર્મિક આસ્થા વિશે ખુલીને વાત કરી છે.
ઉષાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મારો ઉછેર એક અત્યંત સ્થિર અને મજબૂત હિન્દુ પરિવારમાં થયો છે. મને મારા ધર્મ સિવાય કોઈ નવી આસ્થા કે બીજો ધર્મ અપનાવવાની ક્યારેય જરૂરિયાત અનુભવાઈ નથી. હું મારા હિન્દુ ધર્મથી ખૂબ જ ખુશ છું.” આ નિવેદન એટલા માટે પણ ખાસ છે કારણ કે, જેડી વેન્સ (જેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે) અગાઉ જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ ઈચ્છે છે કે તેમનો પરિવાર પણ તેમની ધાર્મિક આસ્થા અપનાવે. જોકે, જેડી વેન્સે એ વાત સ્વીકારી છે કે તેમના પત્ની ઉષા ધર્મ પરિવર્તન નથી કરી રહ્યા. પરંતુ, વેન્સે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાના બાળકોને ચર્ચમાં લઈ જવા માટે તેમના પર દબાણ જરૂર કરે છે.
જેડી વેન્સે કહ્યું- મને પાકિસ્તાનથી પ્રેમ છે
ઉષા વેન્સના હિન્દુ ધર્મના નિવેદન વચ્ચે જેડી વેન્સનો પાકિસ્તાન પ્રેમ તેમને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા દરમિયાન વેન્સે મજાકિયા અંદાજમાં એક મોટું નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “મારા જીવનમાં બે લોકો બેહદ મહત્વપૂર્ણ છે. પહેલાં એક ભારતીય, જે મારી પત્ની ઉષા વેન્સ છે અને બીજા એક પાકિસ્તાની, જે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર છે.” આટલું જ નહીં, ત્યાં હાજર એક પાકિસ્તાની પત્રકારના સવાલનો જવાબ આપતા વેન્સે સ્પષ્ટ કહ્યું કે, “મને પાકિસ્તાનથી પ્રેમ છે.”
MAGA સમર્થકો અને રિપબ્લિકન નેતાઓ ભડક્યા
વેન્સના આ પાકિસ્તાન પ્રેમ વાળા નિવેદનથી અમેરિકાના કટ્ટર દક્ષિણપંથી અને ડોનાલ્ડ ટ્રમ્પના MAGA (Make America Great Again) સમર્થકો રોષે ભરાયા છે.
સિનેટર રિક સ્કોટ: તેમણે પાકિસ્તાન અને કતારના આતંકવાદ સાથેના જૂના કનેક્શન અને ટ્રેક રેકોર્ડની યાદ અપાવીને વેન્સના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા.
સિનેટર ટિમ શીહી: તેમણે આકરા શબ્દોમાં યાદ અપાવ્યું કે અમેરિકાનો સૌથી મોટો દુશ્મન ઓસામા બિન લાદેન વર્ષો સુધી પાકિસ્તાનમાં જ છુપાઈને બેઠો હતો.
મેઘન મેક્કેન: જાણીતા કન્ઝર્વેટિવ ટીવી હોસ્ટ મેઘને પણ કટાક્ષ કરતા કહ્યું, “જેડી વેન્સ ભલે પાકિસ્તાનને પ્રેમ કરતા હોય, પણ હું નથી કરતી.”
2028ની ચૂંટણી પર પડી શકે છે સીધી અસર
રાજકીય નિષ્ણાતો માને છે કે, અમેરિકન વિદેશ નીતિમાં MAGA સમર્થકો હંમેશા કડક વલણની અપેક્ષા રાખે છે. પાકિસ્તાન અને તેના સેના પ્રમુખ આસિમ મુનીરના જાહેરમાં વખાણ કરવાથી જેડી વેન્સની છબીને નુકસાન થઈ શકે છે. આ વિવાદની સીધી અસર આગામી 2028 ની અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના પ્રચાર અને વેન્સની ઉમેદવારી પર પડી શકે છે. એક તરફ પતિનો પાકિસ્તાન પ્રત્યેનો લગાવ અને બીજી તરફ પત્ની ઉષાનું પોતાના હિન્દુ ધર્મ પરનું ગર્વ – આ બંને બાબતોએ હાલ અમેરિકન રાજકારણમાં એક નવી જ ચર્ચાને જન્મ આપ્યો છે, જેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.
અમેરિકાના રાજકારણમાં ખળભળાટ: પતિ જેડી વેન્સના પાકિસ્તાન પ્રેમ વચ્ચે ઉષા વેન્સનું મોટું નિવેદન- હું મારા હિન્દુ ધર્મથી ખુશ છું

Author: VANDNA
Read More
નીટ પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો રાહુલ ગાંધી પર આકરા પ્રહાર
વનપ્લસ લાવી રહ્યું છે નવો સ્માર્ટફોન: ‘OnePlus N6X’ ના ફીચર્સ અને લોન્ચિંગ વિશે જાણો
વૈભવ સૂર્યવંશીને સિકંદર રઝાનો સાથ: કહ્યું, “15 વર્ષીય ખેલાડીની ટીકા ન કરો”
પ્રીતિ ઝિંટાનું સોનમ વાંગચુક અને NEET વિદ્યાર્થીઓને સમર્થન: બોલીવુડ અભિનેત્રીએ ઉઠાવ્યો અવાજ
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત: CJP એ પોલીસ હેડક્વાર્ટર બહારનું આંદોલન સમેટી લીધું
નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ: રાહુલ અને પ્રિયંકા ગાંધીની પીએમ આવાસ બહાર અટકાયત બાદ મુક્તિ
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસે પીએમ નિવાસસ્થાન બહાર રાજીનામાના લગાવ્યા નારા
ગુજરાતમાં 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી
અમદાવાદમાં દીપડાની દહેશત: શેલા-ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દેખાયો, વનવિભાગ દોડતું થયું
અમદાવાદની મેકડોનાલ્ડ્સમાં વેજ ઓર્ડર સામે ચિકન બર્ગર મળતા રેસ્ટોરન્ટને કરાઇ સીલ
અમિતાભ બચ્ચન સ્વાસ્થ્ય સમાચાર: બિગ બીએ બ્લોગમાં કરી સર્જરીની વાત, ચાહકો ચિંતિત
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી આ મોટી આગાહી!