અમદાવાદમાં એક જ કલાકમાં 1.69 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ છે. શહેરમાં સિઝનનો કુલ 55.14 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ છે. આજે વહેલી સવારે માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 19.85 ઇંચ (55.14 ટકા) નોંધાઈ ચૂક્યો છે.
સવારે 6થી 7 વાગ્યા સુધીનો વરસાદી આંકડો
વહેલી સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા, જેમાં મુખ્ય વિસ્તારોની સ્થિતિ નીચે મુજબ છે:
-
થલતેજ: 1.69 ઇંચ
-
સાયન્સ સિટી: 1.67 ઇંચ
-
ચાંદલોડિયા: 1.08 ઇંચ
-
મેમનગર: 1.04 ઇંચ
-
બોડકદેવ: 1.02 ઇંચ
-
રાણીપ: 0.77 ઇંચ
-
બાકરોલ: 0.71 ઇંચ
-
અસારવા: 0.61 ઇંચ
-
ઉસ્માનપુરા: 0.59 ઇંચ
-
જોધપુર: 0.57 ઇંચ
તંત્ર એલર્ટ: તમામ ઝોનમાં વરસાદી માહોલ
શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય એમ તમામ ઝોનમાં વરસાદી માહોલ જામ્યો છે. બોપલ, મક્તમપુરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને DEO (જિલ્લા શિક્ષણાધિકારી) દ્વારા તમામ શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી નાગરિકો અને વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે.











