સાણંદના ₹7,600 કરોડના પ્લાન્ટમાં હાઈટેક મશીનો ચલાવશે મહિલા એન્જિનિયર્સ

મુરુગપ્પા ગ્રુપના સાણંદ ખાતેના નવા ₹7,600 કરોડના CG સેમી પ્લાન્ટનો પીએમ મોદીના હસ્તે શુભારંભ થયો છે. અહીંની મોટાભાગની કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવશે,

એક સમયે દેશની જાણીતી હર્ક્યૂલિસ સાઇકલનું નિર્માણ કરનાર મુરુગપ્પા ગ્રુપ હવે ભારતના સેમિકન્ડક્ટર મિશનમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 4 જુલાઈ 2026ના રોજ સાણંદ ખાતે CG સેમી (CG Semi) ના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર ટેકનોલોજીના ક્ષેત્રમાં જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે.

ઐતિહાસિક વારસો અને વર્તમાન ટેકનોલોજી
મુરુગપ્પા ગ્રુપનો ઇતિહાસ વર્ષ 1949માં ‘ટીઆઇ સાઇકલ્સ ઓફ ઇન્ડિયા’ની શરૂઆત સાથે જોડાયેલો છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 1951માં ભાવનગરના તત્કાલીન રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જ્યારે મદ્રાસ રાજ્યના ગવર્નર હતા, ત્યારે તેમના હસ્તે આ કંપનીની પ્રથમ ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું હતું. જે હર્ક્યૂલિસ સાઇકલથી શરૂ થયેલી સફર આજે સેમિકન્ડક્ટર ચિપ નિર્માણ સુધી પહોંચી છે.

સાણંદ પ્લાન્ટની વિશેષતાઓ:

  • જંગી રોકાણ: CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમી દ્વારા ₹7,600 કરોડના ખર્ચે આ OSAT સુવિધા ઊભી કરવામાં આવી છે.

  • આંતરરાષ્ટ્રીય ભાગીદારી: આ પ્રોજેક્ટમાં જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સાથે સંયુક્ત ભાગીદારી છે, જેમાં CG સેમીનું શેરહોલ્ડિંગ સૌથી વધુ છે.

  • ટેકનોલોજી: જાપાનની રેનેસાસ કંપની માત્ર ચીપ્સની ખરીદી જ નહીં, પરંતુ ટેકનોલોજીકલ સહયોગ પણ પૂરો પાડશે.

મહિલા સશક્તિકરણનું મોડેલ
આ પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા અહીંના ફેક્ટરી ફ્લોર પર કામ કરતી મહિલા કર્મચારીઓ છે.

  • મહિલાઓની આગવી ઓળખ: ફેક્ટરી ફ્લોર પર મશીન ઓપરેશન્સથી લઈને ઉત્પાદનની મોટાભાગની કામગીરી મહિલાઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવી રહી છે.

  • રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા: દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી મહિલા કર્મચારીઓ અહીં અત્યાધુનિક સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની કામગીરી સંભાળી રહી છે, જે ભારતના ‘સેમિકોન મિશન’ને એક નવી ઊંચાઈ આપશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!