ગાંધીનગરના ચિલોડામાં શરમજનક ઘટના: હેવાન પિતાએ 4 વર્ષની માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ

ગાંધીનગરના ચિલોડામાં પિતા દ્વારા જ 4 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના ચિલોડામાં પવિત્ર સંબંધોને કલંકિત કરતી અને માનવતાને શરમસાર કરતી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. પાણીના જગ વિતરણનું કામ કરતા એક પિતાએ જ પોતાની 4 વર્ષની માસૂમ દીકરી પર હેવાનીયત ગુજારી દુષ્કર્મ આચર્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે.

ઘટનાની મુખ્ય વિગતો 
કૌટુંબિક ઝઘડો અને દીકરીની વિદાય: આરોપી પત્ની સાથેના કૌટુંબિક ઝઘડાથી પરેશાન હતો. પત્ની કંટાળીને પોતાના 4 વર્ષના અને 2 વર્ષના બે બાળકો સાથે પિયર રહેતી હતી. પતિ સાસરીમાં જઈને બાળક મોકલવા અંગે માથાકૂટ કરવા લાગતાં, પત્નીએ પિતા પ્રત્યેના ભરોસા સાથે 4 વર્ષની દીકરીને તેની સાથે મોકલી હતી.

જઘન્ય અપકૃત્ય:
રાત્રે આરોપી પિતાએ પોતાની જ માસૂમ દીકરી પર અત્યાચાર ગુજારીને દુષ્કર્મ આચર્યું હતું.સવારે જ્યારે બાળકીના મોટા ભાભી તેને નવડાવી રહ્યા હતા, ત્યારે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતું જોઈને સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

હોસ્પિટલ તપાસ અને પોલીસ કાર્યવાહી:
ભાભીએ તુરંત બાળકીની માતાને જાણ કરી હતી. માતા દીકરીને લઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં મેડિકલ તપાસમાં બાળકી સાથે અઘટિત કૃત્ય થયું હોવાની પુષ્ટિ થઈ હતી. ચિલોડા પોલીસ સ્ટેશનના PI એસ. જે. ચૌહાણના જણાવ્યા મુજબ, પીડિત બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!