પાકિસ્તાની માલની દાણચોરીનો પર્દાફાશ: DRIએ કંડલા અને તુતીકોરીન બંદરેથી ઝડપ્યા ખજૂર અને  ગુગ્ગુલ ગુંદર જથ્થા

DRIએ કંડલા અને તુતીકોરીન બંદરે પાકિસ્તાની માલની દાણચોરીનો પર્દાફાશ કરી ખજૂર અને ગુગળનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં કચ્છના કંડલા બંદર પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે થતી માલસામાનની દાણચોરી (Smuggling Racket) ના મોટા રેકેટનો પર્દાફાશ કરતા DRIએ કંડલા અને તુતીકોરીન બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી ખજૂર અને ગુગ્ગુલ ગુંદર જથ્થો જપ્ત કર્યો છે.

ઓપરેશનની મુખ્ય વિગતો

  • DRIની મોટી રેડ: ગુપ્ત માહિતીના આધારે ડીઆરઆઈ (DRI) ની ટીમે કંડલા અને તુતીકોરીન પોર્ટ પર કન્ટેનરોની સઘન તપાસ હાથ ધરી હતી.

  • પાકિસ્તાની માલની હેરાફેરી: આ કન્ટેનરોમાં આયાત નિયમોનું ઉલ્લંઘન કરીને અને ખોટી રીતે ડિક્લેર કરીને પાકિસ્તાની માલની દાણચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

  • મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત: તપાસ દરમિયાન અધિકારીઓએ વિપુલ પ્રમાણમાં ખજૂર અને આયુર્વેદિક દવામાં વપરાતા ગુગળનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડીને કાયદેસરની જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!