ગુજરાતમાં મેઘમહેર: 76 તાલુકામાં વરસાદ, શહેરામાં 2.8 ઇંચ અને દહેગામમાં 2 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન ૭૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં શહેરા અને દહેગામમાં સૌથી વધુ ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ગઈકાલથી મેઘાવી માહોલ જામ્યો છે અને આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૭૬ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં ૨.૮ ઇંચ અને દહેગામમાં ૨ ઇંચ નોંધાયો છે.

આજે સવારે 10 વાગ્યા સુધીમાં કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો?
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના ૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંથી ૯ તાલુકામાં ૧ થી ૩ ઇંચ સુધીનો સારો વરસાદ વરસ્યો છે. નીચે મુજબના તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે:

પંચમહાલ – શહેરા: ૭૦ મિ.મી. (૨.૭૬ ઇંચ)

ગાંધીનગર – દહેગામ: ૫૩ મિ.મી. (૨.૦૯ ઇંચ)

મહીસાગર – બાલાસિનોર: ૪૪ મિ.મી. (૧.૭૩ ઇંચ)

મહીસાગર – કોઠંબા: ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ)

મહીસાગર – ગોધર: ૩૬ મિ.મી. (૧.૪૨ ઇંચ)

પંચમહાલ – ગોધરા: ૩૫ મિ.મી. (૧.૩૮ ઇંચ)

ગાંધીનગર – ગાંધીનગર: ૩૩ મિ.મી. (૧.૩ ઇંચ)

મહીસાગર – લુણાવાડા: ૩૨ મિ.મી. (૧.૨૬ ઇંચ)

ગાંધીનગર – કલોલ: ૨૬ મિ.મી. (૧ ઇંચ આસપાસ)

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!