સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એડવિક એજ્યુવેન્ચરની ક્રાંતિકારી પહેલ: ખેડૂતો માટે ખાસ ટેક્નોલોજી આધારિત એપ વિકસાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એડવિક એજ્યુવેન્ચરે ખેડૂતો માટે એક આધુનિક એપ બનાવી છે, જે હવામાનની આગાહી, જમીન વિશ્લેષણ અને પાક સંરક્ષણની માહિતી આપીને ઉત્પાદનમાં ૨૦ ટકા સુધીનો વધારો કરવામાં મદદ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ કંપનીના સહયોગથી ખેડૂતો માટે અત્યંત ઉપયોગી અને આધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તમામ પ્રકારના સ્માર્ટફોનમાં સરળતાથી સપોર્ટ કરે છે. આ એપ માત્ર જમીનની ગુણવત્તા જ નહીં, પરંતુ હવામાન વિભાગની સચોટ આગાહી, ગાઈડલાઈન્સ અને સેટેલાઈટ રિપોર્ટના આધારે ૧૫ દિવસ અગાઉનું હવામાન અપડેટ પૂરું પાડે છે. આ એપના ઉપયોગથી ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનમાં ૨૦ ટકા સુધીનો વધારો કરી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

એપની મુખ્ય વિશેષતાઓ અને ઉપયોગિતા

  • જમીન અને ભેજનું વિશ્લેષણ: આ એપ દ્વારા સોઈલ એનાલિસીસ (જમીનની ગુણવત્તા) અને સોઈલ મોઈશ્યર (જમીનમાં ભેજનું પ્રમાણ) સચોટ રીતે જાણી શકાય છે.

  • પાકનું આયોજન અને દેખરેખ: વાવણીથી લઈને પાક તૈયાર થવા સુધીની સમગ્ર પ્રક્રિયાનું ચોક્કસ પ્લાનિંગ કરી શકાય છે. સેટેલાઈટ બેઝ ફાર્મિંગ દ્વારા ખેતરના કોઈપણ ખૂણે પાકની સ્થિતિ કેવી છે તેની ઉપર સતત નજર રાખી શકાય છે.

  • રોગ અને જીવાતનું નિદાન: પાકમાં કોઈ રોગ કે જીવાત આવવાની હોય તેના સાત દિવસ અગાઉ જ માહિતી મળી જાય છે. ખેડૂત માત્ર પાક કે રોગનો ફોટો પાડીને આ એપ્લિકેશન દ્વારા તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકે છે.

  • યુવા પેઢી માટે માર્ગદર્શન: આ પ્રોજેક્ટ તૈયાર કરનાર ટેક્નોક્રેટ પારૂલ ટાંકે જણાવ્યું હતું કે આ તેમનું પહેલું સ્ટાર્ટઅપ છે. આજની યુવા પેઢીમાં ખેતી પ્રત્યે રહેલી ઉદાસીનતા દૂર કરવા અને જમીનની ગુણવત્તા તથા પાકના રોગો અંગે સાચી માહિતી પૂરી પાડવા માટે આ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષથી વિકસાવવામાં આવી રહ્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!