ન્યૂયોર્કમાં CM ભૂપેન્દ્ર પટેલની દિગ્ગજ કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠક

Kyndryl, BlackRock અને Holtec International સાથે મહત્વપૂર્ણ ચર્ચા; AI, સ્કિલિંગ, એસેટ મેનેજમેન્ટ અને ન્યુક્લિયર ટેકનોલોજીમાં ગુજરાત માટે નવી તકો : Holtecએ ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને R&D સેન્ટર સ્થાપવામાં રસ દાખવ્યો; BlackRockને GIFT Cityમાં સેવા વિસ્તારવા આમંત્રણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, ડેટા સેન્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ માટે ઝડપથી પસંદગીનું સ્થળ બની રહ્યું હોવાનું જણાવ્યું હતું.

તેમણે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન અને પ્રોડક્શન પાવર હાઉસ તરીકે આગળ વધી રહ્યું હોવાની વિગતો આપી Kyndrylને જાન્યુઆરી-2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
BlackRock સાથે GIFT City અને ETFની તકો અંગે પરામર્શ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) ક્ષેત્રની અગ્રણી કંપની BlackRockના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સમારા કોહેન સાથે પણ વન-ટુ-વન બેઠક કરી હતી.

બેઠકમાં ભારત અને ગુજરાતમાં ETF ક્ષેત્રે રહેલી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે GIFT Cityની વર્લ્ડ ક્લાસ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય ફિનટેક હબ તરીકે તેના વિકાસ અંગે પણ ચર્ચા થઈ હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી અનેક ફિનટેક કંપનીઓ અને બેન્કો GIFT Cityમાં કારોબાર ધરાવે છે. GIFT City ETF અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે ગ્લોબલ હબ બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે BlackRockને GIFT Cityમાં પોતાની સેવાઓના વિસ્તરણ તેમજ આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
Holtecએ ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને R&D સેન્ટરમાં રસ દાખવ્યો

વન-ટુ-વન બેઠકોના ક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Holtec Internationalના CEO સાથે પણ બેઠક યોજી હતી. Holtec International ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ સહિતના ક્ષેત્રમાં કાર્યરત છે.

Holtecએ વધતી એર-કૂલ્ડ કન્ડેન્સર માર્કેટની જરૂરિયાતોને પહોંચી વળવા ગુજરાતમાં પોતાની પ્રિસિઝન ફેબ્રિકેશન સિસ્ટમ શરૂ કરી છે અને વર્ષ 2025માં આ સુવિધાઓનું વિસ્તરણ પણ કર્યું હતું. કંપનીએ ગુજરાતમાં સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સનું ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 અંતર્ગત સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ સહિત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટને થ્રસ્ટ એરિયા તરીકે ઓળખ આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. ગુજરાત અને Holtec International વચ્ચે સહભાગિતાથી રાજ્યની ન્યુક્લિયર ટેકનોલોજી અને પ્રોડક્શન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની સંભાવનાઓ અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ વન-ટુ-વન બેઠકો દરમિયાન મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!