રાજકોટ: જન્માષ્ટમી લોકમેળાના સત્તાવાર નામની જાહેરાત, આ વર્ષે મેળો ‘વિરાસતથી વિકાસ-2026’ થી ઓળખાશે

રાજકોટમાં આગામી ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ પર યોજાનાર જન્માષ્ટમી લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ-2026’ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટની પ્રજા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે તે ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમી લોકમેળાના સત્તાવાર નામની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ ભવ્ય લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ-2026’ રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અને સમિતિના અધ્યક્ષ ડો. ઓમ પ્રકાશ દ્વારા આ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

નામની પસંદગી 

  • નામનું સૂચન: પ્રાપ્ત થયેલા વિવિધ સૂચનો પૈકી આખરે ‘વિરાસતથી વિકાસ-2026’ નામની પસંદગી કરવામાં આવી છે, જેનું સૂચન રાજકોટના અજય રતિભાઈ કુકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

  • પરંપરા: અગાઉના વર્ષોમાં પણ રાજકોટના લોકમેળાના ‘આઝાદી કા અમૃત’, ‘રસરંગ’, ‘ધરોહર’ અને ‘શૌર્યનું સિંદૂર’ જેવા આકર્ષક અને સાંસ્કૃતિક નામો રાખવામાં આવ્યા હતા.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!