દિવાળી વેકેશન પહેલા ફ્લાઈટ થઈ મોંઘી: મુસાફરો પર વધશે આર્થિક ભાર

દિવાળી વેકેશનમાં વિમાનના ભાડા મોંઘા થવાથી અને કનેક્ટિંગ ફ્લાઈટ્સમાં વધુ સમય બગડવાથી લોકો પ્રીમિયમ ટ્રેનો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે, જેનાથી હજારો રૂપિયાની બચત થાય છે.

દિવાળીના વેકેશનમાં ફરવા જવા માટે આ વખતે વિમાનનું ભાડું મુસાફરોને મોંઘું પડી શકે તેમ છે. વેકેશનની મોસમ, સુરક્ષા અને વિવિધ સર્વિસ ચાર્જિસના કારણે વિમાનના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને લાંબા અંતરની અને કનેક્ટિંગ ફ્લાઈટ્સમાં વેટિંગ પિરિયડ વધુ હોવાના કારણે વિમાન પ્રવાસ ખર્ચાળ બની રહ્યો છે. આ જ કારણોસર લોકો હવે ફ્લાઈટને બદલે ટ્રેનની મુસાફરીને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.

મુસાફરી અને ભાડાની તુલનાના મુખ્ય મુદ્દાઓ

  • સમયની બચત: એરપોર્ટ પર ૩ કલાક પહેલાં પહોંચવું, સિક્યોરિટી ચેકિંગ અને કનેક્ટિંગ ફ્લાઈટના કારણે મુસાફરોનો કુલ સમય ૯ થી ૧૨ કલાક સુધી થઈ જાય છે, જ્યારે ટ્રેન મુસાફરીમાં પ્રવાસીઓ ટ્રેન ઉપડવાના એક કલાક પહેલાં સ્ટેશને પહોંચતા હોવાથી સમયની ઘણી બચત થાય છે.

  • ભોજનની સુવિધા: ટ્રેન બુકિંગ વખતે જ લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી અલગથી કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી, જ્યારે ફ્લાઈટમાં આ માટે વધારાના પૈસા આપવા પડે છે.

  • ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ: દિવાળી જેવા તહેવારો માટે શતાબ્દી, દુરન્તો, વંદે ભારત, યોગા એક્સપ્રેસ અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોની સાથે-સાથે ટુ-ટાયર, થ્રી-ટાયર અને સ્લીપર ક્લાસમાં પણ બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે.

ભાડાનું આર્થિક ગણિત

અમદાવાદથી નોર્થ ઈસ્ટની કનેક્ટિવિટી ધરાવતી ફ્લાઈટ્સના ભાડા પર નજર કરીએ તો, અમદાવાદથી બાગડોગરાની ફ્લાઈટનું ભાડું આશરે ₹29,785 જેટલું થાય છે. જો ૪ વ્યક્તિઓની ગણતરી કરવામાં આવે તો આ કુલ રકમ ₹1,19,140 સુધી પહોંચી જાય છે.

આ જ પ્રવાસ જો ટ્રેન દ્વારા (અમદાવાદથી રાજધાની એક્સપ્રેસ – થ્રી ટાયર એસી) કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ ભાડું આશરે ₹5,494 થાય છે. ૪ વ્યક્તિઓ માટે આ ખર્ચ માત્ર ₹21,980 થાય છે. આમ, વિમાનના ભાડાની સરખામણીમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાથી એક પરિવાર આશરે ₹97,160 ની બચત કરી શકે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!