આહવા-વઘઈ રોડ પર કાર ખાપરી નદીમાં ખાબકી, નાયબ મામલતદાર સહિત 2નાં મોત

ડાંગના આહવા-વઘઈ રોડ પર ભવડી ગામ નજીક કાર ખાપરી નદીમાં ખાબકતાં બે લોકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. મૃતકોમાં નાયબ મામલતદાર સંદીપ ડામોરનો સમાવેશ થાય છે.

ડાંગ જિલ્લાના આહવા-વઘઈ રોડ પર ભવડી ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી કાર બેકાબૂ બની રોડની રેલિંગ તોડીને આશરે 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો.

ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કઢાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર આહવા-વઘઈ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ભવડી ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી હતી.

અકસમાતની જાણ થતાં સ્થાનિક લોકો અને વઘઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. બચાવ કામગીરી દરમિયાન ક્રેનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગાંધીનગરના અધિક કલેક્ટર સહિત બે લોકોનાં મોત

પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય વ્યક્તિઓ મિત્રો હતા અને ગાંધીનગરથી આહવા તરફ જઈ રહ્યા હતા. મૃતકોની સંદીપ ડામોર અને ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી શૈલેષ ગરાસિયા તરીકે કરવામાં આવી છે.

અકસમાતમાં બચાવી લેવાયેલા વ્યક્તિની ઓળખ આણંદના નાયબ મામલતદાર સોનુ બારિયા તરીકે જણાવાઈ છે. જોકે, તેમની હાલની તબિયત અંગેની વિગત ઉપલબ્ધ અહેવાલોમાં સ્પષ્ટ નથી

વઘઈ પોલીસે તપાસ શરૂ કરી

ઘટના બાદ પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. કાર કયા સંજોગોમાં બેકાબૂ બની અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે તપાસ બાદ સ્પષ્ટ થશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.આ અકસ્માતને પગલે સરકારી કર્મચારીઓ અને તેમના પરિચિત વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!