ગાંધીનગર મનપા ચૂંટણી 2026: 11 વોર્ડની 44 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સજ્જ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન: 44 બેઠકો પર 130 ઉમેદવારોનું ભાવી EVM માં કેદ થશે, 2.59 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગર મહાનગર પાલિકા (GMC) ની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે એટલે કે 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. પાટનગરમાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને લઈને તમામ વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 130 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

સવારે 7 વાગ્યાથી મતદાન, બૂથો પર ચૂંટણી સામગ્રી પહોંચાડાઈ

આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે. ગાંધીનગર મનપા વિસ્તારના કુલ 2,59,780 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,32,457 પુરુષ મતદારો, 1,27,314 મહિલા મતદારો તેમજ 9 અન્ય મતદારો નોંધાયેલા છે. નાગરિકો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે તે માટે શનિવારે સાંજ સુધીમાં તમામ બૂથો પર પોલિંગ સ્ટાફ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM), બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ, મત કુટીર અને અન્ય જરૂરી ચૂંટણી સામગ્રી સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવી છે.

1570 થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પ્રશાસન દ્વારા 1570 થી વધુ પોલિંગ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. દરેક મતદાન મથક પર પાંચ સભ્યોની ટીમ તૈનાત રહેશે, જેમાં પ્રિઝાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિઝાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર અને સેવકનો સમાવેશ થાય છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે કુલ 1700 જેટલા કર્મચારીઓ ફિલ્ડમાં કાર્યરત રહેશે.

90 સંવેદનશીલ બૂથ, 1130 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત

મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 1130 પોલીસ કર્મચારીઓ વિવિધ મથકો પર તૈનાત રહેશે. ચૂંટણી પંચ દ્વારા શહેરના કુલ મતદાન મથકોમાંથી 90 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વધારાનો પોલીસ જાપ્તો અને વિશેષ વોચ ગોઠવવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!