પોસ્ટ ઓફિસ PPF: FD કરતાં વધુ ફાયદાકારક? 7%થી વધુ વ્યાજ સાથે ટેક્સ બેનિફિટ્સ!

પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓમાં લોકો ઇન્વેસ્ટ કરે છે કારણ કે તેમાં જોખમ ઓછું હોય છે અને સારું વળતર પણ મળે છે.

અમદાવાદ, સોમવાર :ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવા સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે તેવી શક્યતા છે.

ક્યાં પડી શકે છે અતિભારે વરસાદ ?
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

ક્યાં પડી શકે છે હળવોથી મધ્યમ વરસાદ?
બીજી તરફ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય સ્થળોએ પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

ભરૂચના જંબુસર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી
ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. જંબુસર સહિત કોરા પાચકડા અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા, જે ખેતી માટે ફાયદાકારક સાબિત થશે.

મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું એલર્ટ
પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા 6 જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. કોલ્હાપુર, પુણે, રાયગઢ, સાંગલી, સતારા અને ઠાણેના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં ચોમાસું સમય પહેલા એટલે કે 25 મેના રોજ પહોંચી ગયું હતું, જે સામાન્ય રીતે 7 જૂને શરૂ થાય છે.

સાવચેતીના પગલાં લેવા અપીલ
સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વરસાદ સંભવિત વિસ્તારોના લોકોને તકેદારી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!