અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 17થી 19 જૂન દરમિયાન અતિભારે વરસાદની શક્યતા!

આ ઉપરાંત 30 જૂન સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. વરસાદની સાથે કેટલાક ભાગોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ, સોમવાર : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદ અને ચોમાસાના વધુ સક્રિય થવા અંગે મોટી આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં આજથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થવાની શક્યતા છે, અને આવતીકાલથી ચોમાસું વધુ સક્રિય બનશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 17, 18 અને 19 જૂન દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુમાં 22 જૂન બાદ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે, 26થી 30 જૂન દરમિયાન ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

કયા વિસ્તારોમાં પડશે વરસાદ ?

મધ્ય ગુજરાત: વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, કપડવંજ, ખંભાત, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર.
દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, નર્મદા.
સૌરાષ્ટ્ર: જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી.

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. તો 30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને જોતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!