ગાંધીનગરમાં રુપિયા 3.66 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે રીક્ષા સાથે 2 ઝડપાયા, અન્ય 3 વોન્ટેડ

પોલીસે રીક્ષામાં સવાર બે આરોપીઓની ધરપકડ કરી છે, આરોપી રાકેશ રમેશભાઈ ઠાકોરની રીક્ષામાંથી 442 લીટર દેશી દારૂ મળ્યો. જ્યારે આકાશ અશોકભાઈ ચુનારાની રીક્ષામાંથી 340 લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ 782 લીટર દેશી દારૂ, બે રીક્ષા, અને બે મોબાઈલ ફોન સહિત રુપિયા 3,66,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગાંધીનગર : ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-II (LCB-2) એ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે રીક્ષા સાથે કુલ ₹3,66,400/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ છે.

કેવી રીતે પકડાયો દારૂનો જથ્થો?
ગાંધીનગર પોલીસ અધિક્ષકની સૂચનાથી, LCB-2ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમો દારૂની બદી નાબૂદ કરવા કાર્યરત હતી. LCB-2ની ટીમ સાંતેજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ASI નરેશકુમાર અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈને બાતમી મળી કે, બે રીક્ષા (GJ-01 TJ-6602 અને GJ-01 TJ-7364) માં દેશી દારૂનો જથ્થો ભરીને વડસર ચોકડી થઈ અમદાવાદ તરફ જવાનો છે. આ માહિતીના આધારે, પોલીસે વડસર ચોકડી, અમદાવાદ જતા રોડ પર વોચ ગોઠવી અને બંને રીક્ષાને પકડી પાડી હતી.

કોણ પકડાયા અને શું મળ્યું?
પોલીસે રીક્ષામાં સવાર બે આરોપીઓની ધરપકડ કરી છે, આરોપી રાકેશ રમેશભાઈ ઠાકોરની રીક્ષામાંથી 442 લીટર દેશી દારૂ મળ્યો. જ્યારે આકાશ અશોકભાઈ ચુનારાની રીક્ષામાંથી 340 લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ 782 લીટર દેશી દારૂ, બે રીક્ષા, અને બે મોબાઈલ ફોન સહિત રુપિયા 3,66,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કોણ છે વોન્ટેડ?
તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાંગપુરડા ગામના ભરતજી દિવાનજી ઠાકોર અને ખોરજાપર ગામના અરવિંદજી ઉર્ફે જોબર શકરાજી ઠાકોરએ ભરી આપ્યો હતો. આ દારૂ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે ગોલી બાબુભાઈ દાંતાણીને આપવાનો હતો. આ ત્રણેય આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરાયા છે.

આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.પી. પરમાર સહિત પોલીસ સ્ટાફના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા. ત્યારે પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેસર દારૂના વેપાર પર લગામ કસવા માટે કેટલી અસરકારક સાબિત તો નવાઈ નહીં.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!