હવામાન વિભાગની રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર ,ખેડા આણંદ, વડોદરા ,બોટાદ, ભાવનગર, અમરેલી ,જુનાગઢ દીવ ,ગીર સોમનાથ માં ગાજવીજ અતિભારે સાથે વરસાદની આગાહી કરવામાં આવી

ગાંધીનગર, મંગળવાર :રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા, મહત્તમ સપાટી પવન ગતિ વચ્ચે..41-61 કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ, ગાંધીનગર ,ખેડા આણંદ, વડોદરા ,બોટાદ, ભાવનગર, અમરેલી ,જુનાગઢ દીવ ,ગીર સોમનાથ માં ગાજવીજ અતિભારે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. તથા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે. મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

MAHI PATEL
Author: MAHI PATEL

Leave a Comment

Read More

error: Content is protected !!