ચીસકારી ગામે શાકભાજી સહિતનો સામાન લેવા ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. બેગમ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

દહેગામ, બુધવાર
દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામ નજીક આવેલ ફેક્ટરીમાં કામ કરતો એક યુવક નજીકમાં આવેલ ચિસકારી ગામે ખરીદી માટે ગયો હતો તે દરમિયાન રોડ ક્રોસ કરતાં સમય આજે પરથી બેફામ દોડતા અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓ બાદ મોત નીપજ્યું હતું.
દહેગામ તાલુકાના પાલુન્દ્રા ખાતે આવેલી વિનિયર કંપનીમાં કામ કરતા અશોકકુમાર બીજલી રાય નામનો શખ્સ ગઈકાલે સાંજે ચિસકારી ખાતે ખાતે શાકભાજી અને સામાનની ખરીદી કરવા નીકળ્યો હતો તે દરમિયાન રાત્રે 10:30 વાગે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારને અકસ્માત સર્જ્યો હતો જેમાં અશોકકુમાર રાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કંપનીમાંથી નીકળ્યા બાદ અશોકકુમાર મોડી રાત્રિ સુધી પરતના પડતા તેના કૌટુંબિક ભત્રીજા સોનુરાય તપાસ હાથ ધરી હતી પરંતુ રાત્રે ક્યાંય પતો લાગ્યો ન હતો બાદમાં સવારે તપાસ કરવા નીકળ્યા ત્યારે ચિચકારી પાસે અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી કે દહેગામ સરકારી દવાખાને ઈજાગ્રસ્ત હાલતમાં લઈ જવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. બાદમાં દહેગામ સરકારી દવાખાને તપાસ કરતાં અશોક રાય નું મોત નિપજ્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ મામલે દહેગામ પોલીસે અચાનક વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










