જાડા સિક્કાઓની મેટલની ઊંચી કિંમતને કારણે તેનું પ્રોડક્શન ખૂબ જ ખર્ચાળ હતું. રિપોર્ટ્સ અનુસાર, એક 5 ના સિક્કાને ઓગાળીને 4 થી 6 રેઝર બ્લેડ બનતી હતી, જે 2 ના ભાવે વેચાતી હતી. આમ, 5 ના સિક્કામાંથી 8 થી 12 સુધીની કમાણી થતી હતી.

અમદાવાદ, ગુરૂવાર
ભારતીય રિઝર્વ બેંક દ્વારા દેશની કરન્સી સિસ્ટમમાં સમયાંતરે મહત્વના ફેરફારો કરવામાં આવે છે. આ ક્રમમાં, 5 ના જાડા મેટલના સિક્કાઓનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય ખાસ નોંધપાત્ર છે. આ નિર્ણય પાછળ આર્થિક નુકસાન, ગેરકાયદેસર સ્મગલિંગ અને નેશનલ સિક્યોરિટી જેવા ગંભીર કારણો જવાબદાર છે. જોકે, રાહતની વાત એ છે કે, પ્રોડક્શન બંધ કરવા છતાં, હાલ બજારમાં પાતળા પિત્તળના સિક્કાઓ સાથે જાડા મેટલના સિક્કા પણ લીગલ ટેન્ડર તરીકે માન્ય ગણવામાં આવે છે.
5 ના જાડા સિક્કાઓ શા માટે બંધ કરાયા?
RBI એ 5 ના જાડા સિક્કાઓ, જે ક્યુપ્રો-નિકલ મેટલના બનેલા હતા, તેનું પ્રોડક્શન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ સિક્કાઓની મેટલની કિંમત તેની ફેસ વેલ્યુ કરતાં વધુ હતી. આ એક મોટો આર્થિક મુદ્દો હતો. આના કારણે, આ સિક્કાઓને ઓગાળીને રેઝર બ્લેડ જેવી વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ખાસ કરીને, બાંગ્લાદેશમાં આ સિક્કાઓની મોટા પાયે સ્મગલિંગ થતી હતી, જે ભારતની નેશનલ સિક્યોરિટી માટે મોટો થ્રેટ બની હતી. હવે માત્ર પાતળા પિત્તળના સિક્કાઓનું પ્રોડક્શન જ ચાલુ રાખવામાં આવ્યું છે.
આર્થિક અને સુરક્ષા સંબંધિત ચિંતાઓ
જાડા સિક્કાઓની મેટલની ઊંચી કિંમતને કારણે તેનું પ્રોડક્શન ખૂબ જ ખર્ચાળ હતું. રિપોર્ટ્સ અનુસાર, એક 5 ના સિક્કાને ઓગાળીને 4 થી 6 રેઝર બ્લેડ બનતી હતી, જે 2 ના ભાવે વેચાતી હતી. આમ, 5 ના સિક્કામાંથી 8 થી 12 સુધીની કમાણી થતી હતી. આનાથી કરન્સીની ઇન્ટિગ્રિટી ને મોટું નુકસાન થતું હતું. આ ઉપરાંત, બાંગ્લાદેશમાં સ્મગલિંગથી સરહદ પારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હતું, જે નેશનલ સિક્યોરિટી માટે જોખમી હતું.
નવી કરન્સી પોલિસી અને જનતા માટે મહત્વની માહિતી
RBIએ જાડા સિક્કાઓની જગ્યાએ પાતળા પિત્તળના સિક્કાઓનું પ્રોડક્શન શરૂ કર્યું છે, જેની મેટલની કિંમત ઓછી છે અને તે વધુ કોસ્ટ-ઇફેક્ટિવ છે.
જાડા સિક્કાઓ હજુ પણ લીગલ ટેન્ડર છે, એટલે કે તે ચલણમાં માન્ય છે. જોકે, તેનું પ્રોડક્શન બંધ થયું હોવાથી તે બજારમાં ધીમે ધીમે ઓછા જોવા મળશે. જનતાએ કોઈપણ પ્રકારની અફવાઓથી બચવું જોઈએ અને RBIની ઓફિશિયલ વેબસાઈટ www.rbi.org.in પરથી જ સાચી અને સચોટ માહિતી મેળવવી જોઈએ.











