ગાંધીનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ: વાવોલમાં નવા અંડરપાસમાં ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં જળબંબાકાર!

આ વરસાદી માહોલમાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને સામાન્ય જનજીવન પૂર્વવત બને તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈકાલ રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ખાસ કરીને, નવા બની રહેલા અંડરપાસ અને શહેરી માર્ગો પર પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેના લીધે ટ્રાફિક જામ અને પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાવોલ અંડરપાસ પાણીમાં ગરકાવ, ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન
ગાંધીનગરના વાવોલમાં નિર્માણાધીન નવા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખ-3 થી વાવોલને જોડતા આ અંડરપાસ સહિત કુલ ત્રણ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેમને બંધ કરવાની ફરજ પડી છે. આ અંડરપાસો બંધ થતાં વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. ખાસ કરીને, સવારે ઓફિસે જતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે સમયસર પહોંચવામાં વિલંબ થયો હતો. શહેરના લગભગ 3 થી 4 અંડરબ્રિજ હાલ પાણીમાં ગરકાવ છે.

ક રોડ પર ટ્રાફિક જામ, ઘ-દોઢ પાસે ફરી ભૂવો પડ્યો!
વરસાદને કારણે ગાંધીનગરના ક રોડ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાવોલ અંડરપાસ બંધ થવાથી વાહનોનો પ્રવાહ અન્ય માર્ગો પર વળ્યો હતો, જેના કારણે ભીડ વધી હતી. આ ઉપરાંત, ગાંધીનગરમાં વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે – ઘ-દોઢ પાસે ફરી એક મોટો ભૂવો પડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, સતત બીજા વર્ષે આ જ જગ્યા પર ભૂવો પડ્યો છે, અને તે પણ સાંસદ પુરુષોત્તમ રૂપાલાના ઘર પાસે! હાલમાં આ જગ્યા પર કોઈ બેરિકેટ પણ મૂકવામાં આવ્યું નથી, જેના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!