આ ઘટના એસીબીની કચેરી નજીક બની હતી : જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો ઠપ થઇ ગયો હતો

અમદાવાદ, શનિવાર : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA ની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી વિમાનનો કાટમાળ એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝાડ સાથે અથડાતા ટ્રક અટકી ગઈ હતી. વિમાનનો કાટમાળ એક ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો. જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાવા લાગ્યા હતા.
DGCA ની ટીમ કાટમાળ ખસેડી રહી છે. ક્રેશ સાઇટથી ખસેડી તે એરપોર્ટ ખાતે એક ખાસ સ્થળે મૂકવામાં આવી રહ્યો છે. વિમાન ક્રેશના કારણોની તપાસ સુધી DGCA પાસે જ રહેશે. એરપોર્ટ ખાતે વિમાનને રાખવા ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે. સ્થાનિક એજન્સીઓ, પોલીસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય રહી મદદ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું 787 વિમાન ઉડાન ભરતાની સાથે જ બે મિનિટમાં જ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત 270 થી વધુ લોકો મૃત્યુ પામી ગયા હતા. જેમાં ફક્ત એક જ મુસાફરનો જીવ બચી શક્યો હતો.










