જેસીઆઇ દહેગામ દ્વારા ચેસ કોમ્પિટિશન યોજાઇ

આ સ્પર્ધાનું નિરીક્ષણ ચેસ માસ્ટર એવા મેહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું : આ સ્પર્ધાનું આયોજન ૧૦થી ૧૫ વર્ષ અને ૧૬થી ૨૧ વર્ષના યુવાનો એમ બે કેટેગરીમાં કરવામાં આવ્યું

જેસીઆઇ દહેગામ દ્વારા ચેસ કોમ્પિટિશન યોજાઇ

દહેગામ, સોમવાર : વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી અને ટ્રેનિંગ તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ, દહેગામ દ્વારા દહેગામ તાલુકાના ચેસ રસિકો માટે ચેસની સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધાનું આયોજન ૧૦ થી ૧૫ વર્ષ અને ૧૬ થી ૨૧ વર્ષના યુવાનો એમ બે કેટેગરી માં નગરમાં આવેલ મહાસુખ નાથજી વાડી ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં A (૧૦ થી ૧૫ વર્ષ) કેટેગરીમાં પટેલ જૈનીલ ભાવિનકુમારે વિજેતા અને વ્યાસ મેધાંશ બ્રિજેશકુમારે રનર્સઅપ તરીકે સ્થાન મેળવ્યું હતું અને B (૧૬ થી ૨૧ વર્ષ) કેટેગરીમાં પરમાર દિગ્વિજય પ્રહલાદસિંહે વિજેતા અને શર્મા ધ્રુવ ગોપાલભાઈએ રનર્સઅપ તરીકે સ્થાન મેળવ્યું હતું.આ સ્પર્ધાનું નિરીક્ષણ ચેસ માસ્ટર એવા મેહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જેસી વિવેક પટેલ, સેક્રેટરી જેસી મનીષ સોની, પ્રોજેક્ટ ચેરમેન જેસી નીલમ જોશી, જેસી નિર્મિત શર્મા તેમજ આઇપીપી જેસી અવની શાહ સહિત સમગ્ર જેસી સભ્યો તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!