ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ

આજે સવારે હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો. આ ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

અમદાવાદ, મંગળવાર
ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારને આ અંગે એક ઈમેલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો. આ ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

તાત્કાલિક તપાસ અને સુરક્ષા વ્યવસ્થા
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ ટીમો દ્વારા હાઈકોર્ટ પરિસરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ કોર્ટ રૂમ્સમાં અને પરિસરના દરેક ખૂણે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

સાયબર ક્રાઇમ અને સોલા પોલીસની કાર્યવાહી
આ ધમકીભર્યો ઈમેલ કોણે મોકલ્યો તે જાણવા માટે સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ સપોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, સોલા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!