વરસાદની આ સ્થિતિને જોતા, લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા વિનંતી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને મુસાફરી કરતા લોકોએ વિશેષ કાળજી રાખવી.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે, અને અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બુધવારે ભારે વરસાદ નોંધાયા બાદ, આજે ગુરુવારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
નર્મદા અને તાપી જિલ્લામાં ‘રેડ એલર્ટ’
આજે, 26 જૂન 2025, ગુરુવારના રોજ નર્મદા અને તાપી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુરુવારે નીચેના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે:
દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના
અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, , વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.











