ગાભા કાઢી નાંખશે વરસાદ : ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, હજુ પણ વરસાદ વિરામ લેશે તેવું દૂર સુધી દેખાતું નથી. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.

ગાંધીનગર, ગુરુવાર : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (26 જૂન) રાજ્યના 29 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આવતીકાલે રથયાતત્રાના દિવસે 28 જિલ્લામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા-કેવો રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!