PM મોદીએ જમાલપુર જગન્નાથ મંદિરે મોકલ્યો આ ખાસ પ્રસાદ

આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. ત્યારે રથયાત્રાનાં પાવન પર્વ પર દિલીપદાસજી મહારાજને ઉચ્ચ પદવી આપવામાં આવશે

અમદાવાદ, ગુરુવાર : આવતીકાલે અમદાવાદમાં 148 મી રથયાત્રાનું આયોજન થવાનું છે, જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજી મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો છે. ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ, ચોકલેટ સહિતનો આ પ્રસાદ વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવ્યો છે.

અમદાવાદમાં આવતીકાલે યોજાનાર રથયાત્રાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે પ્રસાદ મોકલ્યો છે. માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીએ ભગવાન જગન્નાથજીને ડ્રાયફ્રુટ, સુકામેવા, જાંબુ અને ચોકલેટ સહિતનો પ્રસાદ ધરાવવા માટે મોકલ્યો છે. વડાપ્રધાનને અષાઢી બીજને લઈ આ ખાસ પ્રસાદ મોકલ્યો છે. જણાવી દઈએ કે, પીએમ મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે સમયથી જમાલપુર મંદિરે પ્રસાદ મોકલી રહ્યા છે. દેશનાં વડાપ્રધાન બન્યા બાદ પણ પીએમ મોદી પોતાની જવાબદારી ભૂલ્યા નથી.

માહિતી અનુસાર, અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. ત્યારે રથયાત્રાનાં પાવન પર્વ પર દિલીપદાસજી મહારાજને ઉચ્ચ પદવી આપવામાં આવશે. આ પદવી આપ્યા બાદ જમાલપુરમાં જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ જગદગુરુ રામાનંદાચાર્ય્ દિલીપદેવાચાર્યના નામથી ઓળખાશે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!