ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મેગા ટ્રેડ ડીલ: ડોનાલ્ડ ટ્રમ્પનો સંકેત, 9 જુલાઈ પહેલા થઈ શકે છે સમજૂતી

આ ડીલ ભારત અને અમેરિકાના આર્થિક સંબંધો માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે. બજાર અને વેપાર નિષ્ણાતો આ ડીલ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

વોશિંગ્ટન, શુક્રવાર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે “ખૂબ મોટી” ટ્રેડ ડીલ (Trade Deal) થવાનો સંકેત આપ્યો છે. ચીન સાથેના ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા પછી તરત જ, ટ્રમ્પે ‘બિગ બ્યુટીફુલ બિલ’ કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત સાથે તેમનો “ગ્રેટ ડીલ” છે. આ ડીલ 9 જુલાઈ, 2025 પહેલા ફાઇનલ થઈ શકે છે, જોકે ભારત તરફથી હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ટ્રમ્પનો મોટો દાવો: “ભારતને ખોલવા જઈ રહ્યા છીએ”
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું, “દરેક વ્યક્તિ અમારી સાથે ડીલ (ટ્રેડ) કરવા માંગે છે. અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ કરો, થોડા મહિના પહેલા મીડિયા પૂછતી હતી કે શું ખરેખર કોઈ ટ્રેડ ડીલમાં રસ દાખવશે? અમે ગઈકાલે જ ચીન સાથે એક ડીલ સાઈન કરી છે. અમે વધુ સારા ડીલ કરીશું. ભારત સાથે પણ ખૂબ મોટી ડીલ થઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે, “અમે ભારતને ખોલવા જઈ રહ્યા છીએ.”

હાઈ ટેરિફનું સસ્પેન્શન અને વાટાઘાટો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે આવતા મહિને ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે. બંને દેશો 9 જુલાઈ, 2025 પહેલા આ મોટા ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા દ્વારા 2 એપ્રિલે જાહેર કરાયેલ હાઈ ટેરિફ (High Tariff) ને ટ્રમ્પ પ્રશાસને 9 જુલાઈ સુધી સ્થગિત કર્યા હતા.

ભારતીય ટીમ વોશિંગ્ટનમાં
ન્યૂઝ એજન્સીએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ અને મુખ્ય વાર્તાકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળ તેમની અમેરિકી સમકક્ષો સાથે આગામી રાઉન્ડની ટ્રેડ વાટાઘાટો માટે વોશિંગ્ટન પહોંચી ગયું છે. ન્યૂઝ 18 (News18) એ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે બંને દેશો 9 જુલાઈ પહેલા સમજૂતીને અંતિમ રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!