અમિત શાહે અમદાવાદમાં જગન્નાથ મંદિરની મંગળા આરતી કરી, રથયાત્રાનો પ્રારંભ

આ રથયાત્રા અમદાવાદ શહેરની ઓળખ છે, અને તે સામાજિક સૌહાર્દ અને એકતાનું પ્રતીક છે.

અમદાવાદ, શુક્રવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિર ખાતે મંગળા આરતી કરી. આ સાથે જ 148મી ઐતિહાસિક રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહમંત્રીએ વહેલી સવારે હાજરી આપીને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા.

ગૃહમંત્રીની ઉપસ્થિતિ: શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક
અમિત શાહ છેલ્લા ઘણા વર્ષોથી રથયાત્રાના પ્રારંભે મંગળા આરતીમાં હાજરી આપે છે. તેમની આ ઉપસ્થિતિ ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો સંચાર કરે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા, અને “જય રણછોડ, માખણચોર” ના નારા લગાવતા જોવા મળ્યા હતા.

રથયાત્રાનો રૂટ અને વ્યવસ્થા
આ ઐતિહાસિક રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. આ રૂટમાં જમાલપુર, કાલુપુર, શાહપુર, અને દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. યાત્રાને સુચારુ રીતે પાર પાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન સિક્યોરિટી એરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યા છે. 25,000 થી વધુ પોલીસ જવાનો, પેરામિલિટરી ફોર્સ અને હોમગાર્ડ્ઝ તૈનાત કરવામાં આવ્યા છે. CCTV કેમેરા, ડ્રોન, અને બોડી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

ભગવાનના મોસાળા અને ભક્તોનો ઉત્સાહ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળરામનું મોસાળ સરસપુરમાંથી આવ્યું હતું. મોસાળથી આવેલા સામગ્રી અને પ્રસાદનો ઉપયોગ રથયાત્રા દરમિયાન કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં ભાગ લેવા માટે આતુર છે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પાણી, સરબત, અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!