પેન સીધી આંખમાં ઘૂસી જતાં તેના દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો

વડોદરા, શનિવાર : વડોદરા શહેરની ઉમા વિદ્યાલયમાં ઘટી દુઃખદ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. ધોરણ 6માં અભ્યાસ કરતી વખતે બાળકો વચ્ચે ચાલતી મસ્તી દરમ્યાન એક વિદ્યાર્થીની આંખમાં પેન વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી છે. પેન સીધી આંખમાં ઘૂસી જતાં તેના દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને લઈને પીડિત વિદ્યાર્થીના વાલીઓ શાળામાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને પોલીસની પણ હાજરીમાં મામલો ઉકેલવાનો પ્રયાસ થયો હતો.
વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીની આંખમાં પેન વાગી ગઈ હતી. જેના કારણે તેની આઠમાં ગંભીર ઈજા થઈ હતી. સમગ્ર બનાવ મામલે વાલી મંડળ પોલીસને સાથે રાખીને ઉમા વિદ્યાલય ખાતે થયેલ બનાવ અંગે રજૂઆત કરવા પહોંચ્યું છે. બાળકના પિતા પગ રિક્ષા ચલાવતાં હોવાને કારણે આ અચાનક સર્જાયેલી ઘટના તેમનાં પરિવાર માટે આર્થિક અને માનસિક રીતે ભારે પડી રહી છે. હવે સમાજ અને શાળાની જવાબદારી છે કે આવા દુર્ઘટનાથી ભવિષ્યમાં બાળકોને બચાવી શકાય અને પીડિત પરિવારને યોગ્ય સહાય મળી શકે.











