થિયેટરમાં નહીં, હવે સીધા સ્ક્રીનમાં : કાજોલની ‘સરઝમીન’ ઓટીટી પર પહોંચશે

આ ફિલ્મ શરુ કરાઈ ત્યારે તે થિયેટરમાં રીલિઝ કરાશે તેવી ચર્ચા હતી : જોકે, નિર્માતા કરણ જોહરે આ ફિલ્મ હવે ઓટીટીને પધરાવી દીધી છે

કાજોલની સરઝમીન ઓટીટી પર પહોંચશે

મુંબઈ, મંગળવાર : કાજોલ, પૃથ્વીરાજ સુકુમાર અને ઈબ્રાહિમ અલી ખાનની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘સરઝમીન’ હવે થિયેટરની જગ્યાએ સીધા ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે કરણ જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મને લઈને શરૂઆતમાં થિયેટર રીલિઝની ચર્ચાઓ હતી, પરંતુ હવે નવા નિર્ણયથી ચાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ દર્શકોના મતે, ફિલ્મ કદાચ થિયેટર લાયક નથી અને આ કારણે જ તેનું ડિજિટલ રિલીઝનું પાથ પસંદ કરાયું હશે. ખાસ કરીને કાશ્મીર હિંસા જેવી ગંભીર પૃષ્ઠભૂમિ અને કાજોલ જેવા દમદાર કલાકાર હોવા છતાં ફિલ્મને થિયેટર સ્ક્રીન મળ્યું નહિ, તે લોકો માટે નિરાશાજનક છે. ઈબ્રાહિમ અલી ખાન માટે આ બીજી સતત ઓટીટી રિલીઝ છે. ‘નાદાનિયાં’ પછી ‘સરઝમીન’ પણ થિયેટર ન જોઈ શકી અને અગાઉની ફિલ્મમાં મળેલી નકારાત્મક પ્રતિક્રિયાને ધ્યાનમાં લઈ આ નિર્ણય પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ ફિલ્મ શરુ કરાઈ ત્યારે તે થિયેટરમાં રીલિઝ કરાશે તેવી ચર્ચા હતી. તે મે ૨૦૨૫માં થિયેટરમાં આવશે તેવી અટકળો હતી. જોકે, નિર્માતા કરણ જોહરે આ ફિલ્મ હવે ઓટીટીને પધરાવી દીધી છે. આ ફિલ્મનું ટીઝર રીલિઝ કરાતાં કેટલાય લોકોએ ટીકા કરી હતી કે ફિલ્મ બહુ સારી નહિ બની હોય એટલે જ સીધી ઓટીટીને વેચી દેવાઈ છે. બાકી કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારોની અને તે પણ કાશ્મીર હિંસા પરની ફિલ્મ થિયેટરમાં રીલિઝ થઈ શકી હોત.ઈબ્રાહિમ અલી ખાનની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. અગાઉ તેની ‘નાદાનિયાં’ પણ ઓટીટી પર રીલિઝ થઈ હતી અને તેમાં તેની વાહિયાત એક્ટિંગની આકરી ટીકાઓ થઈ હતી.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!