માતા-પિતા માટે આ ઘટનાએ ખૂબ મોટો સંદેશો છોડ્યો : ઘરના સામાન્ય રમકડાં પણ ઘાતક બની શકે છે જો થોડી સાવધાની ન રાખી જાય

રાજકોટ, મંગળવાર : રાજકોટ શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં માત્ર દોઢ વર્ષની માસૂમ બાળકી પ્લાસ્ટિકની દડી ગળી જતા શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું. મવડી વિસ્તારમાં રહેલી આ બાળકી રમતી રમતી એવી રીતે દડીને મોઢામાં લઈ ગઈ કે દડી ગાળામાં અટકી ગઈ હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ છતાં બાળકીને બચાવી શકાઈ નહીં. માતા-પિતા માટે આ ઘટનાએ ખૂબ મોટો સંદેશો છોડ્યો છે. ઘરના સામાન્ય રમકડાં પણ ઘાતક બની શકે છે જો થોડી સાવધાની ન રાખી જાય
માતા-પિતા માટે ચેતાવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં દોઢ વર્ષની બાળકી પ્લાસ્ટિકની દડી ગળી જતા મોતની ઘટના સામે આવી છે. મવડી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાળકી દડી રમતા રમતા પ્લાસ્ટીકની દડી ગળી ગઈ હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બાળકી પ્લાસ્ટીકની દડી ગળી જતા મોત થયું છે. બાળકીનું મોત થતા પરિવાર નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બાળકી પ્લાસ્ટીકની દડી રમતી હતી ત્યારે દડી ગળી જતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને વધુ સારવાર દરમિયાન મોત થયું છે.











