ગુજરાતના નાગરિકોને અપીલ છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ પર ધ્યાન આપે અને જરૂરી સાવચેતીના પગલાં ભરે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે રહેતા લોકોએ સાવધાન રહેવું.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ચોમાસું પૂરા જોશમાં છે અને આજે, બુધવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ માટે ‘હેવી રેઈન’ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ફરીથી ‘રેઈનફોલ એક્ટિવિટી’ વધવાની શક્યતા છે.

આજે ક્યાં પડશે ભારે વરસાદ?
ઉત્તર ગુજરાત: સાબરકાંઠા અને અરવલ્લી
મધ્ય અને દક્ષિણ ગુજરાત: પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી
સૌરાષ્ટ્ર: અમરેલી અને ભાવનગર

ગાજવીજ સાથે વરસાદની શક્યતા
ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, અમદાવાદ અને આણંદ
મધ્ય અને દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડ
સૌરાષ્ટ્ર અને કચ્છ: પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ










