વિડા VX2 ભારતીય બજારમાં TVS iQube, Bajaj Chetak, Ola S1 અને Ather Rizta જેવા લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર્સને ટક્કર આપશે. હીરો વિડા VX2ની ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. આ સ્કૂટર ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ વચ્ચે ગ્રાહકો માટે એક આકર્ષક અને સસ્તો વિકલ્પ બની શકે છે.

અમદાવાદ, બુધવાર
હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ વિડાએ ભારતીય બજારમાં પોતાનો સૌથી સસ્તો ઇલેક્ટ્રિક સ્કૂટર, વિડા VX2, લોન્ચ કર્યું છે. આ સ્કૂટર ખાસ કરીને તેની આકર્ષક કિંમત અને બેટરી રેન્ટલ પ્રોગ્રામ ‘બેટરી એઝ એ સર્વિસ’BAASને કારણે ચર્ચામાં છે, જે ગ્રાહકોને બેટરીની કિંમત ચૂકવ્યા વિના સ્કૂટર ખરીદવાની સુવિધા આપે છે.
મુખ્ય હાઇલાઇટ્સ
કિંમતમાં વિડા VX2 ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 99,490 છે. જોકે, BAAS પ્રોગ્રામ (જેમાં બેટરીની કિંમત શામેલ નથી) સાથે તેની શરૂઆતની કિંમત માત્ર 59,490 છે. તો રેન્જમાં કંપનીના દાવા મુજબ, વિડા VX2 પ્લસ વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 142 કિલોમીટર સુધી દોડી શકે છે.
બેટરી એઝ અ સર્વિસમાં આ એક નવીન બેટરી રેન્ટલ પ્રોગ્રામ છે જ્યાં ગ્રાહકો બેટરીના ઉપયોગ મુજબ ચુકવણી કરે છે. VX2 માટે આ ચાર્જ 96 પૈસા/કિલોમીટર છે. જો બેટરીનું પરફોર્મન્સ 70% ઘટે છે, તો કંપની તેને મફતમાં બદલી આપશે.
ડિઝાઇન અને ફીચર્સ
વિડા VX2 એક મોડર્ન, પ્રેક્ટિકલ અને ફેમિલી-ફ્રેન્ડલી ડિઝાઇન ધરાવે છે, જે તેને શહેરી રાઇડિંગ અને દૈનિક ઉપયોગ માટે યોગ્ય બનાવે છે. કલર ઓપ્શન્સમાં આ સ્કૂટર નેક્સસ બ્લુ, મેટ વાઇટ, ઓરેન્જ, મેટ લાઇમ, પર્લ બ્લેક અને પર્લ રેડ સહિત 7 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. મેટાલિક ગ્રે અને ઓરેન્જ ફક્ત પ્લસ વેરિઅન્ટમાં મળશે. વ્હીલ્સ અને સસ્પેન્શનમાં બંને બાજુએ 12-ઇંચના એલોય વ્હીલ્સ, ડ્યુઅલ ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિયરમાં એડજસ્ટેબલ સિંગલ મોનોશોક એબ્ઝોર્બર આપવામાં આવ્યા છે. તો બ્રેકિંગમાં પ્લસ વેરિઅન્ટમાં ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક મળે છે, જ્યારે ગો વેરિઅન્ટમાં બંને બાજુ ડ્રમ બ્રેક હોય છે. સ્ટોરેજની વાત કરીએ તો પ્લસ વેરિઅન્ટમાં સીટ નીચે 27.2-લિટર અને ગો વેરિઅન્ટમાં 33.2-લિટરની સ્ટોરેજ સ્પેસ મળે છે. પ્રીમિયમ લુક સાથે LED હેડલેમ્પ, LED ટેલલાઇટ અને LED DRLs સ્કૂટરને પ્રીમિયમ લુક આપે છે.
પરફોર્મન્સ
વિડા VX2 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પર્ફોર્મન્સ માટે પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર આપવામાં આવી છે, જે 6kWh પાવર અને 25Nm ટોર્ક જનરેટ કરે છે. રાઇડ મોડ્સમાં પ્લસ વેરિઅન્ટમાં 3 રાઇડ મોડ્સ – ઇકો, રાઇડ અને સ્પોર્ટ્સ મળે છે. ગો વેરિઅન્ટમાં સ્પોર્ટ્સ મોડ નથી. એક્સિલરેશન અને ટોપ સ્પીડમાં ગો વેરિઅન્ટ 4.2 સેકન્ડમાં 0 થી 40kmphની સ્પીડ પકડી શકે છે, જ્યારે પ્લસ વેરિઅન્ટને માત્ર 3.1 સેકન્ડ લાગે છે. બંનેની ટોપ સ્પીડ 80kmph છે.
બેટરી અને રેન્જ
ગો વેરિઅન્ટમાં 2.2kWhનું સિંગલ રિમૂવેબલ બેટરી પેક, જે 92km (IDC) રેન્જ આપે છે. રિયલ વર્લ્ડ કન્ડિશન્સમાં ઇકો મોડમાં 64km અને રાઇડ મોડમાં 48kmની રેન્જ મળશે. તો પ્લસ વેરિઅન્ટમાં 3.4kWhના બે રિમૂવેબલ બેટરી પેક, જે 142km (IDC) રેન્જ આપે છે. ચાર્જિંગમાં ફાસ્ટ ચાર્જરથી પ્લસ વેરિઅન્ટ 0-100% ચાર્જ થવામાં 120 મિનિટ લે છે.











