આ વખતે શ્રાવણ 11 જુલાઈથી 09 ઓગસ્ટ સુધી રહેશે : સુહાગન સ્ત્રીઓ શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લીલા રંગની બંગડીઓ અને લીલા કપડાં પહેરે છે

અમદાવાદ, બુધવાર : શ્રાવણ મહિનો હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનામાંથી એક માનવામાં આવે છે, અને તે ભગવાન ભોળેનાથને સમર્પિત છે. આ સમયકાળ તપસ્યા, ભક્તિ અને આસ્થા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિને કુદરત પોતે પણ હરિયાળીથી શણગારાયેલી હોય છે, અને એ જ રીતે માનવી પણ પોતાના અંદર ઉર્જા અને પવિત્રતા ઉમેરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ માટે આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનોમાં લીલા રંગની બંગડીઓ પહેરવાની પરંપરા છે. આ વખતે શ્રાવણ 11 જુલાઈથી 09 ઓગસ્ટ સુધી રહેશે. ગુજરાતમાં શ્રાવણ માસની મોડી શરૂઆત થાય છે. સુહાગન મહિલાઓ દ્વારા શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ પહેરવાની પરંપરા ખૂબ જૂની છે અને તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆત 11 જુલાઈથી થશે અને સમાપન 09 ઓગસ્ટે થશે. ગુજરાત સિવાયના રાજ્યોમાં શ્રાવણ માસની વહેલી શરૂઆત થાય છે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ જાતના ઉપાય કરે છે. આ પવિત્ર મહિનામાં લીલા વસ્ત્રો અને લીલા રંગની બંગડીઓ પહેરવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે. કહેવામાં આવ્યું છે કે કાચની બંગડીઓ પહેરવાથી તેમાંથી આવતા અવાજથી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે અને નવી ઊર્જાનો વહાવ શરૂ થાય છે. લીલા રંગ પાછળ ઘણા રહસ્યો છુપાયેલા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લીલા રંગનું મહત્વ બુધ સાથે સંકળાયેલું છે. આ હરિયાળીનું પ્રતિક છે. લીલા રંગના વસ્ત્રો પહેરવાથી બુધ પ્રસન્ન થાય છે અને વાણી પર નિયંત્રણ રહે છે. એ જ કારણ છે કે સુહાગન સ્ત્રીઓ શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લીલા રંગની બંગડીઓ અને લીલા કપડાં પહેરે છે.










