77 વર્ષની ઉંમરે પણ પોતાની ચમકતી ત્વચા અને સ્ટાઇલ માટે પ્રખ્યાત મુમતાઝે સ્વીકાર્યું કે તે દર ચાર મહિને ફેસ ફિલરનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી, બુધવાર: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની સુંદરતા અંગે એક મોટો ખુલાસો કર્યો છે. 77 વર્ષની ઉંમરે પણ પોતાની ચમકતી ત્વચા અને સ્ટાઇલ માટે પ્રખ્યાત મુમતાઝે સ્વીકાર્યું કે તે દર ચાર મહિને ફેસ ફિલરનો ઉપયોગ કરે છે. તેણીએ એમ પણ કહ્યું કે તેને પ્લાસ્ટિક સર્જરી અંગે કોઈ ખચકાટ નથી અને જો જરૂર પડશે તો તે આ વિકલ્પ અપનાવવામાં શરમાશે નહીં.
એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે કહ્યું હતું કે, “જો તમે કસરત નહીં કરો તો તમે સારા દેખાશો નહીં. મેં ક્યારેય ફેશિયલ લિફ્ટ કરાવ્યું નથી, પરંતુ જ્યારે હું થાકી જાઉં છું, ત્યારે હું મારા ચહેરાની બંને બાજુ ફિલર્સ લગાવું છું. આ 1-2 મહિના સુધી કામ કરે છે. હું દર ચાર મહિને એકવાર આ કરું છું.”
મુમતાઝે આગળ કહ્યું કે તેમને પ્લાસ્ટિક સર્જરીથી કોઈ વાંધો નથી. તેમણે કહ્યું- “જો તમને લાગે કે તમારામાં કંઈક ખામી છે, તો તેને સુધારવી જોઈએ. આ ગુનો નથી. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. જો મને ક્યારેય લાગે કે મારે કોઈ ફેરફાર કરવો જોઈએ, તો હું ચોક્કસ કરીશ. જો પ્લાસ્ટિક સર્જરી મને વધુ સુંદર બનાવે છે, તો શા માટે નહીં? દરેક વ્યક્તિએ તે કરવું જોઈએ.”











