વરસાદની આ તીવ્રતાને જોતા, લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, તેથી મુસાફરી ટાળવી હિતાવહ છે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણપણે જામી ગયું છે, અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોજેરોજ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે, ગુરુવાર, 3 જુલાઈ 2025ના રોજ, રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસાગર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત કયા વિસ્તારોમાં છે ભારે વરસાદની સંભાવના?
ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, તેમજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને સુરત સહિત અમરેલી અને ભાવનગર માં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

કડાકા-ભડાકા સાથે વરસાદ ક્યાં પડશે?
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી માં ભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ માં પણ ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે.
સામાન્ય જનતા માટે અગત્યની સૂચના
વરસાદની આ તીવ્રતાને જોતા, લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, તેથી મુસાફરી ટાળવી હિતાવહ છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે.










