આ મારી જીત નહીં પણ ગામની પ્રગતિ અને નવી વિકાસની ગતિની શરૂઆત છે : ભૂમિ બેન રતિલાલ ધાંધલ

એક સરપંચ તરીકે યોજનાઓના લાભ બદલ ગ્રામજનો વતી,અત્યાર સુધી મેળવેલા લાભો,તથા ભવિષ્યમાં મળનારા લાભો બદલ પણ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા યુવા સરપંચ ભૂમિ બેન : મહિલા સરપંચ તરીકે ગ્રામ્ય મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરીશ તથા ગામની દીકરીઓ ખૂબ ભણી ગણીને અમારા ગામનું નામ રોશન કરે તે માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરીશ- ભૂમિ બેન રતિલાલ ધાંધલ

આ મારી જીત નહીં પણ ગામની પ્રગતિ અને નવી વિકાસની ગતિની શરૂઆત છે

ભાવનગર, શુક્રવાર : જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામના, માત્ર 24 વર્ષના મહિલા યુવા સરપંચ જેઓ પ્રથમ વખત સરપંચની ચૂંટણીમાં વિજેતા બન્યા છે, તેવા ભૂમિ બેન રતિલાલ ધાંધલ જણાવે છે કે, ‘આ મારી નહીં પણ ગામની પ્રગતિ અને નવી વિકાસની ગતિની શરૂઆત છે.’24 વર્ષની નાની વયે સરપંચ બનનાર ભૂમિબેન તેમના વિચારો રજૂ કરતા જણાવે છે કે, ઘણા બધાનું સ્વપ્ન ભણી ગણીને જુદા જુદા ક્ષેત્રે જોડાવાનું હોય છે, જે પ્રમાણે બાળપણથી જ મારી ઈચ્છા સરપંચ બની ગ્રામજનો માટે, ગામ માટે કંઈક સારું કરવાની હતી. આઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ થયા પછી તેઓ સરપંચની ચૂંટણી લડ્યા, અને પ્રથમ વખતમાં જ તેઓ જંગી મતો થી વિજેતા બન્યા છે.

હવે સરપંચ બન્યા પછી તેમણે ગામના વિકાસ કાર્યો માટે આગળ શું કરવાનું છે, તે પ્રશ્નના જવાબમાં તેઓ જણાવે છે કે, હું મહિલા સરપંચ તરીકે ગ્રામ્ય મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરીશ, અને ગામની દીકરીઓ ખૂબ ભણી ગણીને ઉચ્ચ પદ પર નોકરી મેળવે અને અમારા ગામનું નામ રોશન કરે તે માટે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરીશ.આ સિવાય ગામમાં સ્વચ્છતા અને આરોગ્યની સલામતી માટે તથા, ગ્રામજનોની સુવિધા વધારવાની દિશામાં પણ કાર્યો કરવા તેઓ કટિબદ્ધ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે,તેમને ગ્રામ વિકાસના જે કાર્યો સરપંચ તરીકે કરવાના છે, તેમાં સરકારની અનેકવિધ સહાયક યોજનાઓ તેમને મદદરૂપ બનશે માટે એક સરપંચ તરીકે તેમણે આ યોજનાઓ બદલ ગ્રામજનો વતી,અત્યાર સુધી મેળવેલા લાભો,તથા ભવિષ્યમાં મળનારા લાભો બદલ પણ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!