ગુજરાતમાં આજે ક્યાં-ક્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે? 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર!

રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે, અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ, શનિવાર
આજે ગુજરાતમાં મેઘરાજાની ધુમ મચાવવાની છે. હવામાન વિભાગ દ્વારા શનિવાર, 5 જુલાઈ 2025 માટે ગુજરાતના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે, અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના કયા 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ?

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે નીચેના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે:

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા

દક્ષિણ ગુજરાત: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની શક્યતા

11 જિલ્લાઓ ઉપરાંત, ગુજરાતના અન્ય ઘણા વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ પડશે.

ઉત્તર ગુજરાત: પાટણ, મહેસાણા, અરવલ્લી

મધ્ય ગુજરાત: ગાંધીનગર, અમદાવાદ, આણંદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ

દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, તાપી

સૌરાષ્ટ્ર: રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ

આગામી ચાર દિવસ કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ?

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે પણ અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે:

5 જુલાઈ 2025: બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા.

6 જુલાઈ 2025: સાબરકાંઠા અને અરવલ્લી.

7 જુલાઈ 2025: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

8 જુલાઈ 2025: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!