સિઝનલ બીમારીઓ જેવી કે તાવ, શરદી, અને ઉધરસની દવાઓના ભાવમાં 20% સુધીનો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે રૂટીન તાવ અને શરદીની દવામાં આટલો વધારો દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળા અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તાવ, ઝાડા-ઊલટી જેવા સિઝનલ રોગોનો પ્રકોપ વધતા, દર્દીઓની સંખ્યા સરકારી અને ખાનગી હોસ્પિટલો બંનેમાં વધી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે, સામાન્ય સિઝનલ બીમારીઓની દવાઓના ભાવમાં પણ 20% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જે મધ્યમ વર્ગના લોકો માટે મોંઘવારીના આ સમયમાં વધુ એક બોજ બની રહ્યો છે.
દવાઓના ભાવમાં આસમાની ઉછાળો
અમદાવાદમાં, સિઝનલ બીમારીઓ જેવી કે તાવ, શરદી, અને ઉધરસની દવાઓના ભાવમાં 20% સુધીનો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે રૂટીન તાવ અને શરદીની દવામાં આટલો વધારો દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.
મધ્યમ વર્ગ માટે સારવાર બની મોંઘી
એન્ટિબાયોટિક્સ અને પેઈનકિલર્સની આ દવાઓના ભાવમાં પણ 20%નો વધારો થયો છે. જ્યાં પહેલાં આ દવાઓ સસ્તા ભાવે મળતી હતી, ત્યાં હવે તે સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર જઈ રહી છે. તો કફ સિરપ એટલે કે ઉધરસ માટે ઉપયોગમાં લેવાતી કફ સિરપના ભાવ 80થી 100 સુધી પહોંચી ગયા છે. એન્ટિબાયોટિક દવાઓમાં હવે 150થી લઈને 250 સુધીના ભાવે વેચાઈ રહી છે.
મોંઘવારીનો માર સહન કરી રહેલા મધ્યમ વર્ગના પરિવારો માટે આ વધારાના ખર્ચા સારવારને વધુ મોંઘી બનાવી રહ્યા છે. રોગચાળાના આ સમયમાં દવાઓના ભાવ વધતા, આરોગ્ય સંભાળ વધુ પડકારજનક બની ગઈ છે.











