આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી, હવામાન વિભાગની આગાહી!

સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં આવી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે અને દરરોજ 150થી વધુ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે બુધવાર માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં આજે નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે પણ તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

9 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
આ ઉપરાંત, હવામાન વિભાગે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ માં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જણાવી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!