ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટનાઓનો સિલસિલો યથાવત, છેલ્લા 3 વર્ષમાં 15થી વધુ પુલ ધરાશાયી!

વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં તંત્રની કામગીરી પર સવાલ, મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકના બે દિવસ બાદ જ દુર્ઘટના

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતા જ રસ્તા અને બ્રિજના મેન્ટેનન્સ અંગેની ચિંતા વધી છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં જ અધિકારીઓ સાથે આ મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી, પરંતુ આ બેઠકના માંડ બે દિવસ બાદ જ વડોદરાના પાદરામાં આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. રાજ્યમાં આવા અનેક બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં તેમના સમારકામમાં વિલંબ થઈ રહ્યો છે, જે ગંભીર દુર્ઘટનાઓને નોતરી રહ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં 15થી વધુ નાના-મોટા બ્રિજ ધરાશાયી: મોરબીથી મહેસાણા સુધી હાહાકાર

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં નાના-મોટા 15થી વધુ બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, જેમાં મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટના પણ સામેલ છે.

* 2023: પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રિજ તૂટ્યો હતો, જેમાં સ્લેબ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.

* 2021: અમદાવાદમાં મમતપુરા બ્રિજનો એક સ્પાન તૂટી પડ્યો હતો.

* 2024: મોરબીના હળવદમાં નવા કોયબાથી જુના કોયબાને જોડતો બ્રિજ વરસાદમાં તૂટી ગયો.

* 2020: રાજકોટમાં આજી ડેમ પાસે એક પુલ તૂટી પડ્યો હતો.

* 2019: રાજકોટના સટોડક ગામમાં પણ એક પુલ ધરાશાયી થયો હતો.

* 2020: મહેસાણા બાયપાસનો એક ભાગ પણ તૂટી ગયો હતો.

* મોરબી ઝુલતા પુલ દુર્ઘટના: ગુજરાતની સૌથી મોટી બ્રિજ ટ્રૅજેડી

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી બ્રિજ દુર્ઘટનાઓમાંની એક મોરબીનો મચ્છુ નદી પરનો ઝુલતો પુલ 2022માં તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની તપાસ અને કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.

અન્ય તાજેતરની ઘટનાઓ

* 2024: મહેસાણામાં મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજનો એક ભાગ ધસી પડ્યો.

* 2024: ચોટીલામાં હબિયાસર ગામ પાસેનો બ્રિજ ધરાશાયી થયો.

* 2023: ખેડા જિલ્લાના પરીએજથી બામણ ગામને જોડતો બ્રિજ તૂટ્યો.

* 2023: જૂનાગઢના વંથલીમાં 45 વર્ષ જૂનો ધંધૂસર બ્રિજ તૂટી પડ્યો.

* 2022નું વર્ષ બ્રિજ દુર્ઘટનાઓથી ભરપૂર: રાજ્યમાં 7 પુલ તૂટ્યા!

વર્ષ 2022 ખાસ કરીને બ્રિજ દુર્ઘટનાઓ માટે નોંધપાત્ર રહ્યું હતું, જેમાં રાજ્યમાં કુલ સાત પુલ તૂટવાની ઘટનાઓ બની હતી.

* 2022: રાજકોટમાં માધાપર ચોકડી પાસે બ્રિજના પિયરનો ટોપ તૂટી પડ્યો.

* 2007: સુરતમાં ઉધના દરવાજા પાસેનો પુલ તૂટ્યો હતો.

* 2016: સુરતમાં પીપલોદ ફ્લાય ઓવર પણ તૂટ્યો હતો.

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં બ્રિજની સુરક્ષા અને મેન્ટેનન્સ એક ગંભીર ચિંતાનો વિષય છે. તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહિ આવે તો ભવિષ્યમાં વધુ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!