WWEના દિગ્ગજ ગોલ્ડબર્ગની રિટાયરમેન્ટ મેચ 12 જુલાઈએ, જૉન સીના ડિસેમ્બર-2025માં લેશે વિદાય

આ અવસરે ટિકિટના ભાવ $91 થી લઈ $1,840.80 સુધી પહોંચ્યા છે

WWEના દિગ્ગજ ગોલ્ડબર્ગની રિટાયરમેન્ટ મેચ 12 જુલાઈએ

મુંબઈ, બુધવાર : WWEના લેજેન્ડરી રેસલર ગોલ્ડબર્ગ હવે પોતાના રિંગ કરિયરને અલવિદા કહેવા જઈ રહ્યા છે. 12 જુલાઈ (ભારતીય સમયમાં 13 જુલાઈ)ના રોજ એટલાંટામાં યોજાનાર ‘Saturday Night Main Events’ શોમાં તેઓ ગુંથર સામે રિટાયરમેન્ટ મેચ લડીને વિદાય લેશે. આ અવસરે ટિકિટના ભાવ $91 થી લઈ $1,840.80 સુધી પહોંચ્યા છે. ગોલ્ડબર્ગ હેવીવેઇટ ટાઇટલ જીતીને હોમટાઉનમાં WWE કરિયરને અંત આપવાનો ઇરાદો ધરાવે છે. દરમિયાન, WWEના બીજા મહાન સુપરસ્ટાર જૉન સીનાએ પણ ડિસેમ્બર 2025માં નિવૃત્તિની ઘોષણા કરી છે. સમરસ્લેમ-2025માં સીના, કોડી રોડ્સ સામે પોતાનો છેલ્લો મુકાબલો લડશે. સીનાએ અત્યાર સુધી 17 વર્લ્ડ ટાઇટલ જીત્યા છે, જે WWE ઇતિહાસમાં સર્વોચ્ચ છે.

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના દિગ્ગજ ખેલાડી ‘ગોલ્ડબર્ગ’ અને જૉન સીનાના વિશ્વભરમાં ચાહકો છે, જોકે હવે ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 12 જુલાઈ (ભારતમાં 13 જુલાઈ)ના રોજ ‘WWE સેટરડે નાઈટ મેઈન ઈવેન્ટ્સ’માં છેલ્લી મેચ રમાવાની છે, જેમાં ‘ગોલ્ડબર્ગ’ તેની છેલ્લી ‘રિટાયરમેન્ટ મેચ’ રમવાનો છે. જ્યારે જૉન સીના ડિસેમ્બરમાં છેલ્લી ‘રિટાયરમેન્ટ મેચ’ રમવાનો છે.12 જુલાઈના રોજ ‘WWE સેટરડે નાઈટ મેઈન ઈવેન્ટ્સ’નો 40મો શૉ યોજાવાનો છે, જેને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ગોલ્ડબર્ગ આ ઈવેન્ટમાં પોતાના WWE કેરિયરને અલવિદા કહેશે. ગોલ્ડબર્ગની રિટાયરમેન્ટ મેચ હોવાના કારણે ટિકિટના ભાવ પણ મોંઘા થઈ રહ્યા છે, જેની ટિકિટના ભાવ જાણી તમારા પણ હૉશ ઉડી જશે.ઈવેન્ટ ગોલ્ડબર્ગના હોમટાઉન જ્યોર્જિયાના એટલાન્ટામાં યોજાવાની છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ એરીનામાં જોવા મળવાની છે. વિશ્વભરમાં ગોલ્ડબર્ગના અનેક ચાહકો છે, તેથી તેઓ જાણવાનો પ્રયાસ કરશે છે કે, શૉની ટિકિટની કિંમત કેટલી હશે. ઈવેન્ટની સૌથી મોંઘી ટિકિટ 1,840.80 ડૉલર્સ (1,57,700 રૂપિયા)ની છે, જ્યારે ઈવેન્ટની સૌથી સસ્તી ટિકિટનો ભાવ 91 ડૉલર્સ (7801 રૂપિયા) છે.

WWEએ શનિવારે યોજાનાર ઈવેન્ટ માટે અત્યાર સુધીમાં ત્રણ મેચોની જાહેરાત કરી છે. ગૉલ્ડબર્ગ રિટાયરમેન્ટ મેચમાં ગુંથર (Goldberg vs Gunther) સામે ટકરાશે. બંને ફાઈટરો વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપ જીતવા માટે ટકરાશે. ગૉલ્ડબર્ગ પોતાના હોમટાઉનમાં ચેમ્પિયન બની WWE કેરિયરને અલવિદા કરવા માંગશે. આ ઉપરાંત રેડ્ડી ઓર્ટન અને ડુ મેકઇન્ટાયર વચ્ચે ટક્કર થશે.WWEના સુપર સ્ટાર અને વિશ્વભરમાં જાણીતો જૉન સીના પણ આ વર્ષે ડિસેમ્બરમાં WWEમાંથી નિવૃત્ત થવાનો છે. તેણે વર્ષ 2024માં ‘મની ઈન ધ બેંક’માં જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. સીનાએ રેસલમેનિયામાં 41મો અનડીસપુટેડ WWE ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે તે સમરસ્લેમ-2025માં કોડી રોડ્સ (John Cena vs Cody Rhodes) સામે ટકરાશે અને ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. સીનાએ અત્યાર સુધીમાં સૌથી વધુ 17 વર્લ્ડ ટાઈટર જીત્યા છે, જે અત્યાર સુધીમાં WWEનો કોઈપણ ફાઈટર કરી શક્યો નથી. સીના સમરસ્લેમ-2025માં કોડી રોડ્સ સામે ટકરાશે. કોડીએ કિંગ ઑફ ધ રિંગની ફાઈનલ મેચ જીતી હોવાથી તેને સીનાને ટક્કર આપવાની તક મળી છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!