16ની ઉંમરે લગ્ન, 17માં ટ્વિન્સ અને 18માં તલાક – ઉર્વશી ધોળકિયાની અનકહી જિંદગીની કહાની

9 જુલાઈ 1978ના રોજ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો : જાણો તેના જીવનથી જોડાયેલી ખાસ વાતો..

મુંબઈ, ગુરુવાર : ‘કસૌટી જિંદગી કી’ની વિલન કોમોલિકા તરીકે ફેમસ થયેલી અને Bigg Boss 6 જીતનાર ઉર્વશી ધોળકિયાએ માત્ર 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, 17માં જોડિયા બાળકની મા બની અને 18માં પતિથી તલાક લઇને સિંગલ મમ્મી તરીકે જીવન જીવવાનું પસંદ કર્યું. Bigg Boss 6ની વિનર અને ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાના પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી ઉર્વશી ધોળકિયા 47 વર્ષની થઈ છે. 9 જુલાઈ 1978ના રોજ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. ઉર્વશીએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જાણો તેના જીવનથી જોડાયેલી ખાસ વાતો…

ઉર્વશી ધોળકિયા પંજાબી માતા અને ગુજરાતી પિતાની દીકરી છે. 16 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા હતા અને તે બે બાળકની મા બની હતી. બાળકોનો ઉછેર તેણે સિંગલ મા તરીકે કરી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે લગ્નસંબધ પછી પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. ઉર્વશી ધોળકિયા તે સમયે 17 વર્ષની હતી, જ્યારે તે જોડિયા બાળક સાગર અને ક્ષિતિજની માતા બની હતી. દુર્ભાગ્યે, એક વર્ષ પછી જ પતિ સાથે તેણે છૂટાછેડા લઇ લીધા હતા. 18ની ઉંમરમાં ડિવોર્સ લઈને ઉર્વશીએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો.ઉર્વશીએ જણાવ્યા મુજબ, છૂટાછેડા બાદ તે અને તેની માતા તેના બાળકની સંભાળ રાખતી હતી. પરંતુ જ્યારે બાળકો 8 વર્ષના થયા, ત્યારે તેણે તેમને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરવા પડ્યા. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘એ ખૂબ જ મુશ્કેલ સમય હતો, જ્યારે મારે તેમને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવા પડ્યા હતા. અને એ નિર્ણય પણ મારી માતાનો હતો. તેણે મને કહ્યું હતું કે બાળકોને અશિસ્ત રાખવા કરતા સારું છે કે તેમને હોસ્ટલમાં મૂક, તેમને શિસ્ત જીવન મળશે. હું મારી માતાની વાતથી સહેમત હતી’બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યા બાદ ઉર્વશી દરરોજ રડતી. તેને કહ્યું હતું, ‘પહેલાં મને ખૂબ ખરાબ લાગ્યું કે બંને બાળકો અલગ થઈ રહ્યા છીએ. હું દરરોજ રડતી હતી કે બાળકો ઘરે નથી. પરંતુ પછી લાગ્યું કે હું પણ ઘરે નથી. તેથી મારી માતાનો નિર્ણય સ્પષ્ટપણે સફળ રહ્યો.’ઉર્વશીએ 1996માં પતિ સાથે છૂટાછેડા લીધા પછી તેને અભિનેતા-મોડેલ અનુજ સચદેવ સાથે પ્રેમ થયો. પરંતુ ત્રણ વર્ષ સુધી ડેટિંગ બાદ તે બંને અલગ થઈ ગયા, અને ત્યારબાદ એક્ટ્રેસે હંમેશા માટે સિંગલ મધર રહેવાનો નિર્ણય કરી લીધો.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!