અમેરિકા જવાનું થયું મોંઘું! ટ્રમ્પ સરકારે લાગુ કર્યો નવો વીઝા ઇન્ટિગ્રિટી ફી નિયમ

આ નવો નિયમ નાણાકીય વર્ષ 2025 થી લાગુ પડશે. નોંધનીય બાબત એ છે કે આ ફી દર વર્ષે મોંઘવારીના હિસાબે વધારી શકાય છે.

અમદાવાદ, શુક્રવાર
અમેરિકા જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર છે! અમેરિકા સરકારે “વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ” હેઠળ એક નવો નિયમ લાગુ કર્યો છે, જેના કારણે અમેરિકાનો વીઝા મેળવવો હવે વધુ મોંઘો અને મુશ્કેલ બની જશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા લોકો માટે આ નિર્ણયની મોટી અસર થશે.

નવો નિયમ શું છે?
અમેરિકી સરકારે મોટાભાગની નોન-ઇમિગ્રન્ટ વીઝા કેટેગરી પર $250 (લગભગ 21,000) ની નવી વીઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરી છે. આ ફી B-1/B-2 (ટુરિઝમ અને બિઝનેસ), F અને M (સ્ટુડન્ટ), H-1B (વર્ક), અને (એક્સચેન્જ પ્રોગ્રામ) વીઝા પર લાગુ પડશે. આ ફી વીઝા ઇશ્યુ કરતી વખતે વસૂલવામાં આવશે અને તે હાલમાં લાગુ પડતી વીઝા એપ્લિકેશન ફી ઉપરાંત હશે.

કોને મળશે છૂટ?
આ વીઝા ઇન્ટિગ્રિટી ફી માંથી માત્ર રાજદ્વારી વીઝા ધરાવતા લોકોને જ છૂટ મળશે. આનો અર્થ એ છે કે, સામાન્ય ભારતીય નાગરિકો, ખાસ કરીને જેઓ અભ્યાસ અથવા નોકરી માટે અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા છે, તેમને હવે વધુ ખર્ચ કરવો પડશે.

કેટલો વધારો થશે?
આ નવા નિયમથી અમેરિકી વીઝાની કુલ કિંમતમાં નોંધપાત્ર વધારો થશે. ઉદાહરણ તરીકે, હાલમાં B-1/B-2 વીઝાની કિંમત $185 (લગભગ 15,855) છે. પરંતુ નવા $250 ના વીઝા ઇન્ટિગ્રિટી ફી ઉમેરાતા, કુલ ખર્ચ લગભગ $435 થી વધીને $472 (લગભગ 40,456) થઈ જશે. આનો અર્થ છે કે વીઝાની કુલ કિંમતમાં લગભગ 2.5 ગણો વધારો થશે.

અન્ય નવા ફીઝ પણ લાગુ પડશે
અમેરિકાની ઇમિગ્રેશન સર્વિસ ફર્મ ફ્રેગોમેનના જણાવ્યા અનુસાર, અમેરિકાની યાત્રા કરતા પ્રવાસીઓને હવે વીઝા સાથે અન્ય કેટલાક નવા ફીઝ પણ ચૂકવવા પડશે, જેમાં શામેલ છે:

I-94 ફી (આગમન/પ્રસ્થાન રેકોર્ડ માટે): $24

ESTA ફી (વીઝા મુક્તિ કાર્યક્રમવાળા પ્રવાસીઓ માટે): $13

EVUS ફી (કેટલાક ચાઇનીઝ નાગરિકો માટે): $30

આ તમામ ફીઝ, ખાસ કરીને $250ની વીઝા ઇન્ટિગ્રિટી ફી, ભારતીય પ્રવાસીઓના અમેરિકા પ્રવાસના બજેટ પર નોંધપાત્ર અસર કરશે.

આ નવો નિયમ નાણાકીય વર્ષ 2025 થી લાગુ પડશે. નોંધનીય બાબત એ છે કે આ ફી દર વર્ષે મોંઘવારીના હિસાબે વધારી શકાય છે. અમેરિકાનું ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) આ રકમને દર વર્ષે બદલવાનો અધિકાર ધરાવે છે. એટલે કે, આવનારા વર્ષોમાં આ શુલ્ક વધુ વધી શકે છે, જેનાથી વીઝા મેળવવો લોકો માટે સતત વધતો બોજ બની શકે છે. આ નિર્ણયથી અમેરિકા જવાની યોજના ધરાવતા ભારતીયોને હવે પોતાના બજેટનું ફરીથી આયોજન કરવું પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!