માત્ર સમય પર EMI ભરવી જ પૂરતી નથી. બોનસ કે ટેક્સ રિફંડ મળે,તો તેનાથી પણ લોનનું રિપેમેન્ટ કરી દેવું જોઈએ. કે પછી થોડી-થોડી એક્સ્ટ્રા EMI ભરવી પણ સારો વિકલ્પ હોઈ શકે છે.

અમદાવાદ, શુક્રવાર
આજના સમયમાં પર્સનલ લોન લેવી એક સામાન્ય વાત બની ગઈ છે, પછી ભલે તે એજ્યુકેશન, મેરેજ, મેડિકલ ઇમરજન્સી કે ઘરના રિનોવેશન માટે હોય. પરંતુ જો તમે લોન પર વધુ વ્યાજ ચૂકવવા નથી માંગતા અને તમારો ક્રેડિટ સ્કોર પણ સારો રાખવા માંગો છો, તો લોનને સમય પહેલાં પૂરી કરવી એક સ્માર્ટ નિર્ણય સાબિત થઈ શકે છે. આ તમને માત્ર વહેલા દેવામુક્ત જ નહીં કરે, પરંતુ વ્યાજમાં મોટી બચત પણ કરાવશે.
નિષ્ણાંતોના મતે “પોતાની પર્સનલ લોન સમય પહેલાં ચૂકવવી ફાઇનાન્શીયલી અને મેન્ટલી શાંતિ આપનારું હોય છે. લોન જલદી ચૂકવવાનો નિર્ણય લેવો એ પોતાના મેન્ટલ ફોકસ અને ફાઇનાન્શિયલ ફ્લેક્સીબિલિટીને પાછી મેળવવા જેવું છે.”
નિષ્ણાંતોના મતે, ફક્ત સમયસર EMI ભરવી જ પૂરતી નથી. જો તમને બોનસ કે ટેક્સ રિફંડ મળે, તો તેનો ઉપયોગ લોન રિપેમેન્ટ માટે કરવો જોઈએ. ઉપરાંત, દર મહિને થોડી એક્સ્ટ્રા EMI ભરવી પણ એક ઉત્તમ વિકલ્પ છે. આનાથી વ્યાજનો બોજ અને લોનનો સમયગાળો ઘટી શકે છે, અને તમે જલદી દેવામાંથી મુક્ત થઈ શકો છો. ચાલો જાણીએ એવી 5 સિમ્પલ ટ્રીક્સ, જેની મદદથી તમે તમારી પર્સનલ લોન જલદી ચૂકવી શકશો અને વ્યાજ બચાવી શકશો.
લોન વ્યાજ બચાવવા માટેની 5 સરળ ટિપ્સ
1. તક મળે ત્યારે વધુ પેમેન્ટ કરો
તમે દર મહિને જે EMI ચૂકવો છો, તેનાથી થોડી વધુ રકમ ભરવાનો પ્રયત્ન કરો. આનાથી લોન જલદી ક્લોઝ થવાના ચાન્સ વધી જાય છે અને તમારે ઓછું વ્યાજ પણ ચૂકવવું પડશે. જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સુધરે, તો દર મહિને 2 થી 4 હજાર રૂપિયા એક્સ્ટ્રા ભરવાથી લાંબા ગાળે મોટી બચત થશે.
2. લોન બેલેન્સ ટ્રાન્સફર
જો તમારી જૂની લોન પર હાઈ ઇન્ટરેસ્ટ રેટ લાગી રહ્યો છે, તો તમે તેને એવી બેંક કે ફાઇનાન્સિયલ કંપનીમાં ટ્રાન્સફર કરાવી શકો છો જે લોઅર ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરતી હોય. આ માટે કોઈ ફાઇનાન્સિયલ એક્સપર્ટની સલાહ જરૂર લો. આનાથી તમારી મંથલી EMI ઘટશે અને ઓવરઓલ વ્યાજ પણ ઓછું ચૂકવવું પડશે.
3. એક્સ્ટ્રા ઇનકમ લોનમાં ઇન્વેસ્ટ કરો
જ્યારે પણ તમને બોનસ, ટેક્સ રિફંડ કે કોઈ અનએક્સપેક્ટેડ ઇનકમ મળે, ત્યારે તેને આમતેમ ખર્ચ કરવાને બદલે સીધા જ તમારા લોનના પ્રિન્સિપલ અમાઉન્ટમાં જમા કરાવો. આનાથી તમારી લોન જલદી પૂરી થશે અને વ્યાજમાં પણ ઘટાડો થશે.
4. મલ્ટિપલ લોન્સને એકમાં મર્જ કરો
જો તમારી એકથી વધુ પર્સનલ લોન્સ ચાલી રહી છે, તો તમે તે બધી લોન્સને એક સિંગલ લોનમાં મર્જ કરી શકો છો. આ કન્સોલિડેટેડ લોન પર સામાન્ય રીતે ઓછો વ્યાજદર લાગે છે. આનાથી દર મહિને અલગ-અલગ પેમેન્ટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ટોટલ વ્યાજ પણ ઘટશે.
5. બેંક સાથે ડિસ્કસ કરો
તમે જે બેંકમાંથી લોન લીધી છે, તેમની સાથે ખુલીને વાત કરો. શક્ય છે કે તેઓ તમારી વાત સાંભળીને લોનની ટર્મ્સ અને કન્ડિશન્સને તમારી અનુકૂળતા મુજબ એડજસ્ટ કરી શકે. જો તમારો રિપેમેન્ટ રેકોર્ડ સારો હશે, તો વ્યાજ દર કે EMI માં પણ થોડો એડજસ્ટમેન્ટ થઈ શકે છે.
RBIની પારદર્શિતા માટેની ગાઈડલાઈન્સ
સરકાર પણ આ બાબતે સક્રિય છે. RBI બેંકો અને ફાઇનાન્સિયલ કંપનીઓને નિર્દેશ આપે છે કે લોન સંબંધિત બાબતોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે. ઉદાહરણ તરીકે, RBI ની ગાઈડલાઈન્સ મુજબ, જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ફ્લોટિંગ રેટ પર લોન લઈ રહ્યો હોય, તો તેની પાસેથી ફોરક્લોઝર ચાર્જ ન લેવો જોઈએ. આનાથી સિસ્ટમમાં વધુ ટ્રાન્સપરન્સી આવે છે અને ગ્રાહકોને ફાયદો થાય છે.
આ ટિપ્સ અપનાવીને તમે તમારી પર્સનલ લોન પર વ્યાજની મોટી બચત કરી શકો છો અને ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકો છો.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલ રોકાણ સંબંધિત જાણકારી ફક્ત સામાન્ય માહિતી માટે છે. વિયુ નેટવર્કનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલાં તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.











